કાજુકતરી, કેસરકતરીની મીઠાઈને સસ્તી બનાવવા સ્પાર્ક અને શિંગોડાંના પાઉડરની ભેળસેળ..

Latest

ડ્રાયફ્રૂટ્સના ભાવ હાલ ખૂબ જ વધારે છે, પરંતુ આ મીઠાઈ સસ્તી બનાવવા માટે સ્પાર્ક પાઉડર અને શિંગોડાંના પાઉડરનો ઉપયોગ થાય છે, આથી મીઠાઈની કિંમત નીચી આવે છે. બીજું ચાંદીનો વરખ લગાડવાને બદલે એલ્યુમિનિયમનો વરખ લગાડવામાં આવે છે. આ બંને વસ્તુ ખૂબ જ નુકસાનકારક છે.
દિવાળીના તહેવારોમાં સૌથી વધુ મીઠાઈની ખરીદી કરવામાં આવે છે, કાજુકતરી, કેસરકતરી, માવાની મીઠાઈને સસ્તી બનાવવા માટે વેપારીઓ સ્પાર્ક પાઉડર અને શિંગોડાંના પાઉડરનો ઉપયોગ કરે છે તેમજ વરખમાં ચાંદીને બદલે એલ્યુમિનિયમનો ઉપયોગ કરે છે. આવી મીઠાઈ આરોગવાથી એલર્જી, ચામડીના રોગો, ગેસ, લિવર પર સોજો અને કિડનીના ગંભીર રોગને આમંત્રણ મળે છે.સ્પાર્ક પાઉડર અને શિંગોડાનો પાવડર મીઠાઈમાં નાખવાથી ખૂબ જ નુકસાનકારક સાબિત થાય છે.એલ્યુમિનિયમના વરખથી કિડનીના રોગ, એલર્જી રિએક્શન અને ફૂડ-પોઈઝનિંગ થઇ શકે છે.માવાની મીઠાઈમાં ભડકીલા કલરનો ઉપયોગ ન કરવો જોઇએ. માવાની મીઠાઇની કિંમત નીચી લઇ જવા માટે સ્પાર્ક પાઉડર અને મેઝનો ઉપયોગ થાય છે. મીઠાઇ એક એવી વસ્તુ છે કે યોગ્ય તાપમાને જાળવેલી હોવી જોઇએ. પૂરી રીતે ઢાંકેલી હોવી જોઇએ. એનું પૂરેપૂરું પાલન ન થાય તો એમાં પણ ફૂડ-પોઇઝનિંગ થવાની પૂરેપૂરી શક્યતા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *