નવાબ મલિકે SC કમિશનના ઉપાધ્યક્ષ અરુણ હલધર પર પણ ગંભીર આરોપ લગાવ્યા છે. માલિકે કહ્યું હતું કે હલધર પોતાના પદની મર્યાદા ભૂલ્યા છે. તેમનું વર્તન શંકાસ્પદ છે. તેઓ એક એવી વ્યક્તિના ઘરે જાય છે, જે પોતાની જાતિ છુપાવવાનો આરોપી છે. બંધારણીય પદ પર બેઠેલી વ્યક્તિનું આવું વર્તન ખૂબ જ પરેશાન કરનારું છે. જો કોઈનું જાતિનું સર્ટિફિકેટ નકલી છે. તો એની તપાસ કરવાનો અધિકાર શિડ્યૂલ કાસ્ટ કમિશનને છે. અમે રાષ્ટ્રપતિ સમક્ષ આ બાબતે ફરિયાદ કરીશું.
પૂર્ણ CM સામે વધુ એક આરોપ લગાવતાં મલિકે કહ્યું હતું, કે સચિન વઝેની જેમ જ ફડણવીસે નીરજ ગુંડે નામની એક વ્યક્તિને પોતાની સાથે રાખી હતી. રાજ્યમાં ટ્રાન્સફર-પોસ્ટિંગનું રેકેટ અને વસૂલીનું કામ ગુંડે જ કરતો હતો. પૂર્વ CM જ્યારે પણ મુંબઈથી પુણે જતા હતા. ત્યારે તેઓ નીરજના ઘરે જ રોકાતા હતા. તેમનો મુખ્યમંત્રી નિવાસ અને મુખ્યમંત્રી કાર્યાલય સાથે સીધો જ સંપર્ક હતો. આ મામલે પણ સમગ્ર તપાસ કરવી જોઈએ કે કેવી રીતે એક વ્યક્તિ CMની આટલી નજીક હતી. અને સરકારી કામમાં પણ દરમિયાનગીરી કરાઈ હતી.મલિક પહેલાં આ તસવીરને નિશાંત વર્મા નામના એક શખસે પોતાના સોશિયલ મીડિયા પેક પર શેક કરી હતી. નિશાંત વર્મા એક રાષ્ટ્રીય રાજકીય વિશ્લેષક હોવાનો દાવો કરે છે. આ જ વાત તેમણે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર પણ લખી છે. તે BJP સામે અનેક નિવેદન આપી રહ્યા છે, સાથે જ ભાજપ અને તેના નેતાઓની ટીકા પર કરે છે.