ઉત્તર પ્રદેશની ચૂંટણીમાં અફઘાનિસ્તાન અને તાલિબાનનો મુદ્દો ઉઠાવવામાં આવી રહ્યો છે…

Latest

યોગી આદિત્યનાથે કહ્યું હતું કે, આજે પી.એમ મોદીની લીડરશિપમાં દેશ મજબૂત બની રહ્યો છે, શક્તિશાળી બની રહ્યો છે. તેમના રહેતા કોઈ પણ દેશ ભારત તરફ આંખ ઉઠાવીને ન જોઈ શકે. આજના સમયમાં પાકિસ્તાન અને અફઘાનિસ્તાન તાલિબાનના કારણે પરેશાન થઈ ગયા છે. પરંતુ તાલિબાન જાણે છે કે, જો તેણે ભારત તરફ મોઢું કર્યું તો એર સ્ટ્રાઈક તેની રાહ જોશે. આ ઉપરાંત તેમણે મહારાજા સુહેલદેવને યાદ કરતા કહ્યું કે, ભાજપ સરકારે તેમના નામે મેડિકલ કોલેજ ખોલી છે પરંતુ વિપક્ષ તેમને એટલા માટે સન્માન નથી આપતું કારણ કે, તેમને ડર છે કે તેનાથી લોકો મોહમ્મદ ઘોરી અને ગાજી જેવા ઘૂસણખોરોને ભૂલી જશે.
સામાજીક પ્રતિનિધિ સંમેલનમાં પોતાના સંબોધન દરમિયાન યોગી આદિત્યનાથે પાકિસ્તાન અને તાલિબાનનો ઉલ્લેખ કર્યો હતો. સીએમ યોગીએ ભાર આપીને કહ્યું હતું કે, તાલિબાન જેવા સંગઠનો ભારત તરફ આંખ ઉઠાવીને નથી જોઈ શકતા. તેમના મતે જો આવી હિંમત પણ કરવામાં આવશે તો ઉચિત જવાબ આપવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *