રિપોર્ટર: પાર્થિવ દરજી પંચમહાલ
શહેરા સહીત સમગ્ર જીલ્લામાં દિવાળી પર્વને લઈને વધતી જતી મોંઘવારીના કારણે આ પર્વ ક્યાક ફીકો બનતો જતો હોઈ તેમ લાગી રહ્યુ છે. જે રીતે ફરસાણના ભાવ તેમજ જીવનજરૂરિયાત સહીત પેટ્રોલ-ડીઝલના ભાવોમાં સતત ’વધારો થતો રહેતો હોવાથી દરેક ચીજવસ્તુઓના ભાવમાં પાંચથી દસ ટકા સુધીનો વધારો થયેલ હાલ જોવા મળી રહ્યો હતો. દિવાળી પર્વ શરૂ થઈ જવા છંતા હજુ પણ બજારોમાં ઘરાકી જોઈએ એટલી જોવા નહી મળતા વેપારીઓ પણ ચિંતીત થઈ ઉઠ્યા છે. ગત વર્ષે કોરાનાના કારણે નાના મોટા ધંધા રોજગાર કરતા વેપારીઓને ભારે નુકશાન ધંધામાં વેઠવાનો વારો આવ્યો હતો. આ વર્ષે સારી એવી ઘરાકી નીકળશે તેવી આશાએ વેપારીઓએ માલ ભર્યો હતો.પણ સરકારી કર્મચારીઓ,તેમજ અમુક ખાનગી કંપનીઓમાં નોકરી કરનારાઓનો પગાર થઈ જવા છંતા જે રીતે બજારોમાં ઘરાકી નહી જોવા મળતા ક્યાકને ક્યાક મોંઘવારીની અસર કહીએ તો નવાઈ નહી.મીઠાઈ અને ફરસાણના ભાવ દિવાળી પર્વ પહેલા સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા વેપારીઓને બોલાવીને નક્કીબ કરવામા આવતા હોય છે. પણ આ વખતે દિવાળીનુ પર્વ શરૂ થવા છંતા નક્કી કરવામા નહી આવતા ગરીબથી માંડીને મધ્યમ વર્ગના લોકોના હીત માટે સ્થાનિક વહીવટી તંત્રએ આ બાબતે ગંભીરતા કેમ લેવામા આવી રહી નથી. તે એક ચર્ચાનો વિષય બન્યો છે. જીવનજરૂરિયાતની ચીજવસ્તુઓના ભાવ પણ આસમાને જવા છતા દિવાળી પર્વની ઉજવણી તાલુકા વાસીઓ કહી ખુશી કહી ગમના માહોલ વચ્ચે કરશે