કેશોદમા સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી..

Junagadh

રિપોર્ટર :ગોવિંદ હડિયા કેશોદ

સરદાર વલ્લભભાઈ પટેલ સામાજીક સેવા સંઘ દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલની ૧૪૬મી જન્મજયંતિ નિમિત્તે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને હારતોરા કરવામાં આવ્યા..અખંડ ભારતના અડિખમ લડવૈયા અને આઝાદીના સાચા યશસ્વી કર્મવીર લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલની ૩૧ ઓક્ટોબર જન્મ જયંતિ નિમિત્તે દેશભરમાં સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવે છે. આજે કેશોદમાં સરદાર વલ્લભભાઈ સામાજિક સેવા સંઘ દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલની ૧૪૬મી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી. કેશોદના શરદ ચોકમાં આવેલ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને હારતોરા કરવામાં આવ્યા હતા. અને સરદાર વલ્લભભાઈ પટેલ અમર રહો ભારત માતાકી જયના નારા લગાવ્યા હતા. સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિની ઉજવણી નિમિત્તે શહેરના રાજકીય સામાજીક આગેવાનો શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *