રીપોર્ટ :દિપક જોશી ગીર સોમનાથ
30 ઓક્ટોબર 2021 આ વર્ષના શૈક્ષણિક સત્રનો અંતિમ દિવસ ઘંટીયા પ્રાથમિક શાળામાં સમસ્ત ગ્રામજનો અને પ્રાથમિક શાળા પરિવાર આયોજિત ઘંટીયા પ્રા. શાળામાં ફરજ બજાવતા શાળાના શિક્ષક રાજેશભાઈ કુકડીયા અને એમના ધર્મપત્ની ભાવનાબેન દેવળીયાના સેવા નિવૃત્ત પ્રસંગનો સન્માન સમારોહ યોજવામાં આવ્યો. આ સેવા નિવૃત્ત સન્માન સમારોહમાં ઘંટીયા પ્રાચી ગ્રામ પંચાયતના સરપંચ ભરતભાઈ પરમાર,સભ્યઓ ગામના વડીલો યુવાન મિત્રો, આગેવાનઓ, મહેન્દ્રભાઈ નાઘેરા, ધર્મેન્દ્રસિંહ પરમાર, દિપુભાઈ દયાતર,દિલીપભાઈ , જીવાભાઈ સવદાસભાઈ ,જાવેદભાઈ બાસઠીયા,બાલુભાઈઝાલા એક્સ આર્મીમેન તથા બી.આર.સી.ભવન સુત્રાપાડાથી રમેશભાઈ વાળા ,વાસાવડ પ્રા. શાળાના આચાર્ય દિલીપભાઈ ઝાલા,પ્રાચી પ્રા.શાળાના આચાર્ય રામસીભાઈ ,પૂર્વ બીઆરસી માનસિંહભાઇ ઝાલા ,બોસન પ્રા.શાળાના દેવાયતભાઈ તથા પત્રકાર મિત્ર દિપક ભાઈ એચ.જોષી.ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ તેમજ મોટી સંખ્યામાં બહેનો, માતાઓ બાળકો ઉપસ્થિત રહ્યા હતા.
આજ ગામના વતની અને જીલ્લાપંચાયત ગીરસોમનાથના સભ્ય રાજવીરસિંહ ઝાલા કે જેઓ કામગીરી અર્થે બહાર હોય એમના વતી એમના મોટાભાઈ દ્વારા રાજેશભાઈ અને ભાવનાબેનને પ્રસંગોચિત મોમેન્ટ મોકલવામાં આવ્યા.અને પોતાને શુભેચ્છા સંદેશ પાઠવવામાં આવી .મહેમાનો દ્વારા દીપ પ્રાગટય થયા બાદ શાળાની વિદ્યાર્થીનીઓ દ્વારા સુંદર સ્વાગત ગીત રજૂ કર્યું.શાળાના સ્ટાફ આચાર્ય, એસ.એમ.સી.ના તમામ સભ્યો,શાળાના વિદ્યાર્થીઓ તથા ગામ લોકો દ્વારા વિવિધ મોમેન્ટો આપી રાજેશભાઈ અને ભાવનાબેનને સન્માન પૂર્વક નિવૃત્તિ સમયનું અભિવાદન કર્યું. આ પ્રસંગે આજ શાળાના બે વિદ્યાર્થીઓ દ્વારા પણ તેમના આદર્શ શિક્ષક એવા રાજેશભાઈ અને ભાવનાબેનનું મોમેન્ટ આપી સન્માન કરવામાં આવ્યું.ઉપસ્થિત મહેમાનોએ પોતાના વક્તવ્યમાં રાજેશભાઈ અને ભાવનાબેનની કાર્યશૈલી શાળા અને શાળાના બાળકો પ્રત્યેની કર્તવ્ય પરાયણતા તેમજ કાર્ય પ્રત્યેની પ્રતિબધ્ધતા વર્ણવી હતી. 30 વર્ષ સુધી પોતાનો જીવ રેડીને શાળા અને શાળાના વિકાસમાં બાળકોના હીતમાં હંમેશા પ્રવૃત રહી બંને શિક્ષક પતિ પત્નીએ ખુબજ સરાહનીય સમર્પણ કર્યું છે.તાલુકા આર.પી. રમેશભાઈએ સુત્રાપાડા તાલુકાની સરકારી શાળાની શૈક્ષણિક બાબતોની સમીક્ષા કરતા જણાવ્યું કે કોવિડ 19ના સમયમાં શાળાઓ બંધ હતી. પરંતુ શિક્ષણ બંધ નહોતું એ વાત ની પ્રતીતિ આ બંને શિક્ષક દંપતીના કાર્યથી સાચી સાર્થક નીવડે છે.
શેરી શિક્ષણ હોય મહોલ્લા શિક્ષણ હોય કે ઘર ઘર સુધી મુલાકાત દ્વારા શિક્ષણ કાર્ય આપવાની વાત હોય ભાવનાબેન અને રાજેશભાઈ ની કામગીરી અવલ્લ રહી છે.જેની નોંધ તાલુકા અને જિલ્લા લેવલે પણ લેવાયેલી છે. શાળાના ભૂતપૂર્વ અને અત્યારે શાળામાં ભણી રહેલા બાળકોએ પોતાના પ્રતિભાવમાં રાજેશભાઈ અને ભાવનાબેન પ્રત્યેનો આત્મીય ભાવ રજુ કર્યો .સમગ્ર ગામ અને વાલીઓનો પ્રેમ ,સન્માન અને લાગણી જોઈ રાજેશભાઈ અને ભાવનાબેનના ચહેરા પર શિક્ષણકાર્યમાં પોતે આપેલા યોગદાનનો સંતોષ દેખાતો હતો. પોતાના પ્રતિભાવમાં રાજેશભાઈએ શાળા પરિવાર, ઘંટીયા ગ્રામજનો તેમજ વહાલા ભૂલકાઓને વંદન સાથે આભાર પ્રગટ કર્યો. તેમના શબ્દો હતા કે આ શાળા ,શાળા પરિવાર અને આ ગામ હંમેશા પોતાના સ્મરણમાં રહેશે. અને આ શાળાને કે શાળાના બાળકોને કોઈપણ પ્રકારની જરૂરિયાત હોય તો અમને યાદ કરજો અમને આ સેવા કરવામાં ખુબજ ખુશી મળશે. રાજેશભાઇ અને ભાવનાબેન તરફથી તમામ બાળકોને શૈક્ષણિક કીટ અને મધ્યાહન માટે 100 નંગ સ્ટીલની ડિશ શાળાને અર્પણ કરેલ. અંતમાં શાળાના આચાર્ય ગોવિંદભાઇ વાળાએ આભારદર્શન પ્રગટ કરી રાજેશભાઈ અને ભાવનાબેનનું શેષ જીવન સુખરૂપ આરોગ્યમય બની રહે અને પોતાના પરિવારજનો સાથે ખુશહાલ જીવન વિતાવે એવી શુભકામનાઓ પાઠવી હતી.સમગ્ર કાર્યક્રમનું સુંદર સંચાલન શાળાના શિક્ષક જીતુભાઈ દ્વારા કરવામાં આવ્યું હતું. ઘંટીયા પ્રા.શાળાના સમગ્ર સ્ટાફની મહેનતથી કાર્યક્રમ ખુબજ સફળ રહ્યો હતો,