ગુજરાત પોલીસ દળ વર્ગ – 3 ની લોક રક્ષક પોલીસ કોસ્ટબલની ભરતી માટે સરકારના ગૃહ વિભાગ દ્વારા ભરતી કરવાની જાહેરાત કરી..

Amreli

રિપોર્ટ..ભૂપત સાંખટ અમરેલી

ત્યારથી અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના બાબરકોટ ગામે વહેલી સવારે 5 વાગ્યામાં ક્રિકેટ ગ્રાઉન્ડમાં દોડની પ્રેક્ટિસ માટે યુવા ભાઈઓ- બહેનોની ભીડ જોવા મળે છે.ત્યારે બાબરકોટ ગામના યુવા સરપંચ અનકભાઈ છનાભાઈ સાંખટ અને વિવિધતામાં એકતા ગ્રુપ દ્વારા આજરોજ વહેલી સવારે દોડનું આયોજન કરવામાં આવ્યું હતું…
જેમાં ૧૦૦ મીટર દોડ માં પ્રથમ નંબર પરેશ કાળુભાઇ સાંખટ , બીજો નંબર પરમાર પ્રવિણ અને ત્રીજો નંબર સાંખટ સંજય એ પ્રાપ્ત કર્યો હતો..જ્યારે ૨૦૦ મીટર દોડ માં પણ પ્રથમ નંબર સાંખટ પરેશ, બીજો નંબર સાંખટ કિશન અને ત્રીજો નંબર સાંખટ સંજય એ મેળવ્યો હતો..જ્યારે ૪૦૦ મીટર દોડ માં પ્રથમ સાંખટ રવજી , બીજો નંબર સાંખટ ગભાભાઈ અને ત્રીજો નંબર મકવાણા ભાવેશ એ પ્રાપ્ત કર્યો હતો..તેમજ ૧૬૦૦ મીટર દોડ સ્પર્ધામાં પ્રથમ નંબર બાબરકોટ ગામના યુવાન કે જેમણે ઇન્ડિયન આર્મીની દોડની ટ્રેનીંગમાં પ્રથમ નંબર મેળવનાર બાબરકોટ ગામનું ગૌરવ વધાર્યું હતું એવા ગોપાલભાઈ મેધાભાઈ શિયાળ એ પ્રથમ નંબર મેળવ્યો હતો. જ્યારે બીજો સાંખટ કમલેશ અને ત્રીજો નંબર સાંખટ પરાગ એ પ્રાપ્ત કર્યો હતો..
જ્યારે બહેનો માટે પણ ૪૦૦ અને ૧૬૦૦ મીટર દોડ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૪૦૦ મીટર દોડ સ્પર્ધામાં પ્રથમ સોનલબેન મનુભાઈ મકવાણા , બીજો નંબર સાંખટ ગંગાબેન અને ત્રીજો નંબર કવાડ લક્ષ્મીબેન ભુપતભાઈ એ મેળવ્યો હતો..જ્યારે ૧૬૦૦ મીટર દોડ માં પણ પ્રથમ સોનલબેન મનુભાઈ મકવાણા, બીજો મનીષાબેન મકવાણા અને ત્રીજો નંબર સાંખટ ગંગાબેન મોહનભાઈ એ પ્રાપ્ત કર્યો હતો…
વધુમાં સરપંચશ્રી અનકભાઈ સાંખટ દ્વારા જણાવ્યું હતું કે બાબરકોટ ગામના કોઈ પણ ભાઈઓ-બહેનો પોલીસ કોસ્ટબલની દોડની ટ્રેનિંગ પાસ કરીને આવશે.તેમને સરપંચ દ્વારા લેખિત પરીક્ષાની તૈયારી કરવામાં માટેના પાઠ્ય પુસ્તકની સંપૂર્ણ વ્યવસ્થા કરી આપવામાં આવશે..તદઉપરાંત લેખિત પરીક્ષા આપવા જવા – આવવા માટેની વ્યવસ્થા પણ ગ્રામ પંચાયત દ્વારા કરી આપવામાં આવશે..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *