થોડા દિવસ પહેલા જમ્મુ-કાશ્મીરના ડોડામાંબ પણ મોટી દુર્ઘટના થઈ હતી. થાથરીથી ડોડા જઈ રહેલી એક મિની બસ ખીણમાં પડી ગઈ હતી. એક મિની બસ થાથરીથી ડોડા જઈ રહી હતી.ત્યારે સુઈ ગ્વારીમાં ડ્રાઈવરે બસ પરનો પોતાનો કાબૂ ગુમાવ્યો હતો. અને મિની બસ ચેનાબ નદીના કિનારે ઊંડી ખીણમાં ખાબકી હતી. આ અકસ્માતમાં 8 લોકોનાં મૃત્યુ થયાં હતા.અને ઘણા લોકો ઘાયલ થયા હતા.
ઉત્તરાખંડની રાજધાની દેહરાદૂનમાં એક મોટો માર્ગ અકસ્માત થયો છે. દેહરાદૂન નજીક વિકાસનગરમાં બસ ખીણમાં ખાબકી છે. આ અકસ્માતમાં 13 લોકોના મોત થયા છે. તેમજ કેટલાક અન્ય લોકો ઘાયલ થયા છે. કેટલાકની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. બસમાં સવાર તમામ લોકો એક જ ગામના રહેવાસી હતા. પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. બચાવ કાર્ય શરૂ કરી દેવામાં આવ્યું છે.
13 લોકોના મૃતદેહ ખીણમાંથી બહાર કાઢવામાં આવ્યા છે. જો કે ઇજાગ્રસ્તોમાંથી કેટલાકની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે. તેને ધ્યાનમાં લેતા હજી મૃત્યુઆંકમાં વધારો થઇ શકે છે..
.