જામીન મળ્યા બાદ આર્યન ખાન જેલમાંથી બહાર આવી ગયા હોય, પરંતુ હાઈકોર્ટે તેમને તમામ શરતની સાથે જામીન આપ્યા છે…
આર્યન ખાન પર હશે આ પ્રતિબંધ
- કોર્ટની અનુમતિ વિના દેશમાંથી બહાર જઈ શકશે નહીં
- પાસપોર્ટને સ્પેશ્યલ એનડીપીએસ કોર્ટને સોંપવો પડશે
- આર્યન આ પ્રકારના ગુનામાં બીજીવાર સામેલ થશે નહીં
- કેસમાં તપાસ અધિકારીની જાણકારી વિના મુંબઈથી બહાર જઈ શકશે નહીં
- સહ આરોપીઓની સાથે સંપર્ક કરી શકશે નહીં આર્યન ખાન
- કાર્યવાહી વિશે સોશ્યલ મીડિયા કે મીડિયાને કોઈ નિવેદન આપશે નહીં
- દર શુક્રવારે બપોરે 11થી 2 વાગ્યાની વચ્ચે એનસીબી કાર્યાલયમાં હાજરી નોંધાવશે
- સુનાવણી દરમિયાન કોર્ટમાં હાજર રહેશે
- સમન્સ પર એનસીબી ઓફિસ જશે
- કેસમાં કોઈ પ્રકારનુ મોડુ કરવાનો પ્રયત્ન થવો જોઈએ નહીં
- રદ થઈ શકે છે. જામીન
હાઈકોર્ટે પોતાના આદેશમાં સ્પષ્ટ કહ્યું છે. કે જો આર્યન ખાન આમાંથી કોઈ શરતનુ પાલન કરશે નહીં તો એન.સી.બી સીધા એન.ડી.પી.એસ કોર્ટમાં જામીન રદ કરવા માટે અરજી કરી શકે છે.