બ્યુરો ચીફ :અંકુર ઋષિ રાજપીપળા
જિલ્લા જેલ ના ઇન્ચાર્જ સુપરિન્ટેડેન્ટ એલ. એમ. બારમેરા અને સિવિલ હોસ્પિટલ, રાજપીપલાના મનોચિકિત્સક વર્ગ 1 ડો. પ્રશાંત જરીવાલા દ્વારા આયોજિત આ કેમ્પ 28 ઓક્ટોબર 2021 ના રોજ રાખવામાં આવ્યો હતો, જેમાં જેલના બંદીવાનો ઉપરાંત જેલ સ્ટાફ એ પણ લાભ લીધો. હતો.
આ કાર્યક્રમમાં કેદ હેઠળ બંદીવાનોમાં થતી વિવિધ માનસિક સમસ્યાઓ, જેલના વાતાવરણ અને કાર્યપ્રણાલીથી જેલ સ્ટાફના માનસિક સ્વાસ્થ્યની ચર્ચા, ઉપરાંત આવી સમસ્યાઓ કઈ રીતે દૂર કરી શકાય. અને સારું સ્વાસ્થ્ય કઈ રીતે જાળવી રખાય એ માટે સલાહ સૂચનો આપવામાં આવ્યા હતા.સદર કાર્યક્રમમાં ઓડિયો-વિઝ્યુઅલ માધ્યમ દ્વારા ડો. પ્રશાંત જરીવાલા એ જાણકારી આપવામાં આવી હતી. અને તે ઉપરાંત તણાવમુક્તિ માટે રિલેકસેશન એક્સરસાઇઝ પણ કરાવવામાં આવી હતી.
સદર કાર્યક્રમમાં સિવિલ હોસ્પિટલના સાયકીયાટ્રિક સોશિયલ વર્કર સોહિલભાઈ કોઠારી અને સાયકીયાટ્રિક નર્સ ડિમ્પલબેન તડવી ઉપરાંત જેલ સ્ટાફ દ્વારા ટેકનિકલ સ્પોર્ટ પૂરો પાડવામાં આવ્યો હતો.વધુમાં ઇ/ચા અધિક્ષક બારીયા અને ડો. પ્રશાંત જરીવાલા દ્વારા એવું પણ જણાવવામાં આવ્યું છે, કે જેલની ટિમ અને હોસ્પિટલની ટિમ વચ્ચે વોલીબોલ, ચેસ, કેરમ જેવી અમુક સ્પોર્ટ્સ ટુર્નામેન્ટનું પણ આયોજન કરવામાં આવશે…