મુસ્લિમ મહિલા ફાઉન્ડેશન અને વિશાલ ભારત સંસ્થાના સામૂહિક પ્રયત્નથી કાશીની મુસ્લિમ મહિલાઓ દ્વારા રામપંથ આશ્રમમાં ગાયના છાણ અને માટીમાંથી એ તૈયાર કરવામાં આવી રહ્યા છે. મુસ્લિમ મહિલા ફાઉન્ડેશનના રાષ્ટ્રીય અધ્યક્ષ નાજનીન અંસારીએ કહ્યું હતું કે અધર્મી રાવણની હિંસાથી વિશ્વને મુક્ત કરાવ્યા બાદ શ્રીરામ અયોધ્યા પરત ફર્યા હતા તો ઘરે ઘરે દીપ પ્રગટાવવામાં આવ્યા હતા. પ્રત્યેક વર્ષે દિવાળી આવતાંની સાથે જ અમે અમારા ઘરે ભગવાન રામના આગમનની તૈયારી કરી છીએ.
કાશીની મુસ્લિમ મહિલાઓ ગાયના છાણ અને માટીમાંથી તૈયાર કરાયેલા 108 દીવડા અયોધ્યા મોકલી રહી છે. દીવડા તૈયાર કરી રહેલી મહિલાઓનું કહેવું છે કે શ્રીરામ તમામ હિન્દુસ્તાનીઓના પૂર્વજ હતા, માટે રામ સૌના છે. અને રામ સૌમાં છે. આ દીવડાથી ગૌ સંરક્ષણ, પર્યાવરણ સંરક્ષણ અને ધાર્મિક નફરતથી મુક્તિનો સંદેશો આપવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે
.