આજે પરોઢિયે 5:30 વાગ્યે આર્થર રોડ જેલની જામીન પેટી ખૂલી હતી. ત્યાર બાદ આર્યન ખાનની જામીનના કાગળ જેલની અંદર પહોંચ્યા હતા. અને ત્રણથી ચાર કલાકની અંદર જામીનની કાર્યવાહી પૂરી કરવામાં આવી હતી.
28 દિવસ બાદ આર્યન ખાન જેલમાંથી બહાર આવ્યો છે. આજે, 30 ઓક્ટોબરે સવારે 11 વાગે તે જેલમાંથી બહાર આવ્યો હતો. શાહરુખે પોતાના બોડીગાર્ડ રવિ સાથે રેન્જ રોવર કાર મોકલી હતી. રેન્જ રોવર ઉપરાંત બે કાર પણ આવી હતી. શાહરુખ ખાનની કાર રેન્જ રોવર જેલના દરવાજા આગળ જ પાર્ક થયેલી હતી અને આર્યન જેલના ગેટમાંથી આવીને સીધો કારમાં બેસી ગયો હતો. અડધા કલાકમાં આર્યન મન્નત એટલે કે પોતાના ઘરે પહોંચી ગયો હતો. અહીંયા વાજતે-ગાજતે તેનું સ્વાગત કરવામાં આવ્યું હતું. મન્નતની બહાર ચાહકો ઉમટી પડ્યા છે. તેમને કંટ્રોલમાં રાખવા પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો છે.