શહેરામાં કોંગ્રેસ અગ્રણી અને યુવાનોએ મા ભોમની રક્ષા કાજે શહીદ થયેલા વીરજવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી..

Panchmahal

રિપોર્ટર : પાર્થિવ દરજી પંચમહાલ

દેશની રક્ષા કાજે સરહદ પર પરિવારથી દુર રહેતો જવાન પોતાના પ્રાણની આહુતિ આપી દેતા ખચકાતો નથી.આંતકવાદી હુમલા હોય કે કુદરતી આફત દેશનો વીર જવાન જાનની બાજી લગાવી દે છે.જમ્મુ કાશ્મીરમાં થતા આંતકવાદી હુમલાઓ સામે દેશના બહાદુર જવાનો મૂકાબલો કરીને ત્રાસવાદીઓને ઠાર કરે છે.હાલમા કપડવંજ તાલુકાના વીર જવાન હરીશસિંહ પરમાર જમ્મુ કાશ્મીરમાં આતંકવાદીઓ સામે લડતા શહીદી વ્હોરી હતી.જેમની અંતિમ યાત્રામાં પણ હજારોની સંખ્યામાં માનવ મહેરાણ ઉમટ્યુ હતુ.અને ભીની આંખે અંતિમ વિદાય આપવામા આવી હતી.તાજેતરમા ગુજરાત અન્ય પડોશી રાજ્યના જવાનો શહીદ થયા હતા.જેમા જયદિપસિંહ સોલંકી, કરણવીરસિંહ રાજપુત,મહેશભાઈ મક્કાનો સમાવેશ થાય છે.દેશના જવાનોને શ્રધ્ધાસુમન આપવા કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. ત્યારે શહેરામા આ શહીદ જવાનોને શ્રધ્ધાજંલી આપવામા આવી હતી.દેશ ભક્તિના ગીતો સાથે અણિયાદ ચોકડીથી બસ સ્ટેશન સુધી રેલી કાઢવામાં આવી હતી.જેમા કોંગ્રેસ અગ્રણી દુષ્યંત સિંહ ચૌહાણ, મનજીત વિશ્વકર્મા સહિત સ્થાનિક નગરજનો તેમજ ગ્રામીણ વિસ્તારમાથી આવેલા યુવાનો જોડાયા હતા.હાથમા પ્રગટાવેલી મીણબત્તી લઈને નીકળેલી રેલી બસ સ્ટેશન તરફ આગળ વધી હતી.હાથમાં તિરંગા સાથે અને ડીજે પર દેશભક્તિના સંદેશે આતે હે” મા તુજે સલામ “જેવા ગીતો સાથે વાતાવરણ દેશભક્તિના રંગે રંગાયુ હતુ.માં ભોમની રક્ષા કાજે શહીદ થયેલા વીરજવાનોને ભીની આંખે શ્રધ્ધાજંલી પાઠવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *