ગુજરાતમાં દિવાળીના તહેવારમાં અકસ્માતોના કેસો વધે છે..

Latest

દિવાળીના તહેવારમાં અકસ્માતો, શ્વાસની તકલીફો અને અન્ય બિમારીઓના કેસો વધુ પ્રમાણમાં નોંધાતા હોય છે. જેમાં સામાન્ય દિવસો કરતાં દિવાળીમાં 79 ટકા, બેસતા વર્ષના દિવસે 86 ટકા અને સૌથી વધુ ભાઈ બીજના દિવસે 152 ટકા જેટલા અકસ્માતના કેસો નોંધાય છે. રાજ્યમાં સામાન્ય દિવસો કરતાં તહેવારોના દિવસોમાં ઈમર્જન્સી કેસો વધુ પ્રમાણમાં નોંધાય છે. સામાન્ય રીતે અકસ્માત, દાઝી જવાની ફરિયાદો 108ને વધારે પ્રમાણમાં મળતી હોય છે. 108ને સામાન્ય દિવસોમાં મળતાં ઇમરજન્સી કેસો દિવાળીના ત્રણ દિવસમાં 30 ટકાથી વધુ હોય છે. છેલ્લા પાંચ વર્ષમાં દિવાળી, નવા વર્ષ અને ભાઈબીજના દિવસે ઇમરજન્સી કેસોમાં વધારો જોવા મળ્યો છે. 108ના અનુમાન પ્રમાણે દિવાળીના તહેવારમાં ભાઈ બીજના દિવસે રોડ અકસ્માતના કેસો 152 ટકા વધી શકે છે. તહેવાર દરમ્યાન કોઈપણ બનાવમાં તાત્કાલિક વ્યક્તિ હોસ્પિટલમાં પોહચાડી શકાય તેના માટે 108 સજ્જ છે. હાલમાં રાજ્યમાં અત્યારે કુલ 800 રોડ એમ્બ્યુલન્સ અને 2 બોટ એમ્બ્યુલન્સ કાર્યરત કરાઈ છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *