બ્યુરો ચીફ :અંકુર ઋષિ રાજ઼ પીપળા
આજરોજ રાજપીપળા ખાતે સંતોષ ચાર રોડ પર રાધા કૃષ્ણ ટ્રેડર્સની બાજુમાં આવેલ ગોડાઉનમાં ભર બપોરે અચાનક આગ ફાટી નીકળી
આગની જ્વાળાઓએ આ કમ્પાઉન્ડને આગની લપેટમા લીધું હતું.અને જોતજોતામાં ઓફિસ ગોડાઉન આગની લપેટમા આવી જતા ઓફિસ અને ગોડાઉન બળીને ભસ્મિભૂત થઈ ગયું હતું.આગ લાગતા બાજુમાં જ વડનું તોતિંગ ઝાડ પણ આગની લપેટમાં આવી જતા ઝાડ પણ બળવા લાગ્યું હતું.
ભર બપોરે આગની ઘટના બનતા ઘટના સ્થળે લોક ટોળાં ઉમટ્યા હતા.જોકે રાજપીપળા નગરપાલિકાના ફાયરબ્રિગેડને જાણ કરતાં બે બંબા ઘટના સ્થળે પહોચી જઈ પાણીનો મારો ચલાવી આગ ઓલવવા ભારે જહેમત ઉઠાવતા ફાયર બ્રિગેડના જવાનો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને આગને કાબુમાં લીધી હતી. બબ્બે બંબા આવી ભારે જહેમત બાદ આગને કાબુમાં લેવાઇ હતી. જ આગ કયા કારણસર લાગી તે જાણી શકાયું નથી. રાજપીપળા ના પી. આઈ ચૌહાણ સ્થળે પોલીસ પહોંચી ગઈ હતી. અને કોઈ જાનહાની થવા પામી નહોતી. પોલિસે આ અંગે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. નગરપાલિકા અને પોલીસનું કામ લોકોમાં બિરદાવ્યું હતું. અને લોકો આભાર વ્યક્ત કર્યો હતો