ભરૂચમાં ગેસ પુરાવતી વખતે CNG કારમાં બ્લાસ્ટ..

Latest

દિવાળીના તહેવારો ટાણે ભરૂચમાં આગ લાગવાની, અકસ્માતો અને ધડાકાઓની ઘટનાઓ છેલ્લા કેટલાક દિવસોથી બની રહી છે. થોડા દિવસ પહેલાં હાઇવે પર અંકલેશ્વર ટોલ પ્લાઝા નજીક બર્નિંગ બસની ઘટના બાદ બુધવારે રાતે CNG કારની ટાંકી ફાટી હતી, જેના CCTV ફૂટેજ સામે આવ્યા છે.દિવાળીના તહેવારોની હજી શરૂઆત નથી થઈ ત્યાં ભરૂચમાં આગ અને ધૂમધડકાની ઘટનાઓ શરૂ થઈ ગઈ છે. થોડા દિવસ પહેલાં જ સુરતની લકઝરી બસ હાઇવે પર સળગી ઊઠવાની ઘટના બાદ બુધવારે રાતે નર્મદા ચોકડી પર CNG સ્ટેશન પર ગેસ ફિલિંગ વખતે કારની ટેન્ક ફાટતાં કારના ફુરચેફુરચા ઊડવા સાથે અફરાતફરી મચી ગઇ હતી. આ ઘટનાના CCTV સામે આવ્યા છે. CNG પમ્પ પર લાગેલા CCTVમાં બ્લાસ્ટની સમગ્ર ઘટના કેદ થઈ હતી. સદનસીબે સુરતના કોન્ટ્રેકટર પરિવાર અને CNG પમ્પ પર હાજર સ્ટાફનો ચમત્કારિક બચાવ થયો હતો. ફિલર સહિત બે કારની 4 વ્યક્તિનો આબાદ બચાવ થયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *