રિપોર્ટર :ગોવિંદ હડિયા કેશોદ
કેશોદમાં રહેતા હમીરભાઈ કરશનભાઈ ચુડાસમા જેઓ ફૌજી તરીકે સતર વર્ષ દેશ સેવા કરી ફરજ નિવૃત થતાં કેશોદ ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. માંગરોળ તાલુકાના મેણેજ ગામના મુળ વતની હાલ કેશોદમાં રહેતા હમીરભાઈ કરશનભાઈ ચુડાસમાએ ગોવા ખાતે ૨૦૦૧ માં ટ્રેનીંગ પુર્ણ કરી ૨૦૦૨માં અંબાલા પંજાબ ખાતે પ્રથમ પોસ્ટીંગ બાદ ૨૦૦૫ માં ઉદમપુર જમ્મુ કાશ્મીર ૨૦૦૮ માં જોધપુર રાજસ્થાન ૨૦૧૧ માં લખનૌ યુપી ૨૦૧૪ માં રજોરી જમ્મુ કાશ્મીર ૨૦૧૭ મા મથુરા યુપી અને ૨૦૨૦થી બસોલીમુર જમ્મુ કાશ્મીર સહીત ફરજ બજાવી વય મર્યાદાના કારણે નિવૃત થતાં કેશોદ વતન પરત આવતા કેશોદ ખાતે નિવૃત ફૌજી હમીરભાઈ ચુડાસમાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. કેશોદના રાજકીય સામાજીક આગેવાનો નિવૃત ફૌજીઓ તથા શહેરીજનોની ઉપસ્થિતિમાં ડીજેના સથવારે દેશ ભક્તિના ગીતો સાથે સામૈયા કરવામાં આવ્યા હતા. કળશધારી બાળાઓએ કુમકુમ તિલક કરી ઉપસ્થિત લોકોએ કેશોદ તાલુકા માજી સંગઠન નિવૃત ફૌજીઓ સહીતે હમીરભાઈ ચુડાસમાને પુષ્પગુચ્છ અને ફુલહારથી સ્વાગત કર્યું હતું.
કેશોદ માંગરોળ રોડ રાધે માર્બલ પાસેથી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. કળશધારી બાળાઓ કુમકુમ તિલક કરી ઉપસ્થિત લોકોએ નિવૃત ફૌજી હમીરભાઈ ચુડાસમાને પુષ્પગુચ્છ ફુલહારથી સ્વાગત કર્યા બાદ
ડીજેના સથવારે દેશ ભક્તિના ગીતો સાથે રાસ ગરબા સાથે નિવૃત ફૌજીના ઘર સુધી ભવ્ય સામૈયા કરવામાં આવ્યા હતા.
નિવૃત ફૌજી હમીરભાઈ ચુડાસમાએ તેમના અનુભવ વિશે વાત કરતા જણાવ્યું હતું, કે ભારત સરકાર દ્વારા ૩૭૦ નાબુદ કરી તે દરમિયાન બસોલીમુર જમ્મુ કાશ્મીરમાં ફરજ બજાવતા હતા. તે સમયે કરફયૂ યુદ્ધ જેવો માહોલ સર્જાયો હતો. તેવા સમયમાં દેશ સેવાની ફરજ બજાવતા તે કાયમી યાદગાર રહેશે…