રિપોર્ટર :ગોવિંદ હડિયા કેશોદ
હાલમાં સમગ્ર રાજયમાં ગુજરાત પોલીસ કર્મચારીઓના ગ્રેડ પે મુદે અનેક જીલ્લા તાલુકા મથકોએ આવેદનપત્રો અપાઈ રહયા છે. ત્યારે કેશોદ તાલુકા શ્રીરાજપુત કરણી સેના દ્વારા મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું. જેમાં ગૃહમંત્રી અને જીલ્લા કલેકટરને રજુઆત સાથે જણાવ્યું હતું કે ગુજરાત પોલીસ કર્મચારીઓના ગ્રેડ પે અને અન્ય રાજ્યોની સરખામણીએ ઓછા છે. જેમાં સુધારો કરી ગુજરાતના તમામ પોલીસ કર્મચારીઓને મળતા ગ્રેડ પે માં વધારો કરવામાં આવે ઉપરાંત રાજ્યના તમામ પોલીસ કર્મચારીઓની ફરજનો સમય નક્કી કરવામા
આવે તેમજ પોલીસ કર્મચારીઓને અન્ય સુવિધાઓનો લાભ આપવામાં આવે તેવી માંગ સાથે કેશોદ તાલુકા શ્રીરાજપુત કરણી સેના દ્વારા મામલતદારને આવેદનપત્ર આપી માંગણી કરી હતી.