રિપોર્ટર :જીતુ પરમાર માંગરોળ
ગુજરાત પોલીસ કર્મચારીઓ ના ગ્રેડ પે.મુદ્દે ચાલતા આંદોલનના ટેકામાં આજે કરણી સેના અને ક્ષત્રિય રાજપૂત સમાજ દ્વારા માંગરોળ મામલતદાર ને આવેદનપત્ર આપ્યું.. અને જણાવામાં આવ્યું કે ગુજરાત પોલીસ કર્મચારીઓને મળતા ગ્રેડ-પે અન્ય રાજ્યની સરખામણીમાં ઓછા હોય જેમાં સુધારો કરી ગુજરાત પોલીસ કર્મચારીઓને ગ્રેડ-પેમાં વધારો કરવા અને પોલીસ કર્મચારીઓ ની ફરજનો સમય નક્કી કરવામાં આવે તેવી માંગ સાથે આજે માંગરોળ મામલતદાર ને કરણી સેના અને ક્ષત્રિય સમાજ ના પ્રમુખ પ્રતાપસિંહ ચુડાસમાં દિલીપસિંહ રાઠોડ ભાગીરથસિંહ ચુડામાં સહિતના અગેવાનો દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું…
