થરી ગામની સીમામાથી જાહેરમાં જુગાર રમતા ચાર જુગારીયાઓને રૂ. ૧.૦૮ લાખના મુદામાલ સાથે રાજપીપળા પોલીસે ઝડપી પાડ્યા..

Narmada

બ્યુરો ચીફ :અંકુર ઋષિ રાજ પીપળા

રાજપીપળા ટાઉન ઈન્ચા. પોલીસ ઈન્સ્પેક્ટર એમ.બી. ચૌહાણ ની સુચના મુજબ રાજપીપલા પોલીસ સ્ટાફના માણસોએ બાતમી આધારે થરી ગામની સીમમાં રેડ કરતા ચાર ઇસમો (૧) બલરામભાઇ મંગાભાઇ માછી (ર) નિલેષભાઇ ચીમનભાઇ કહાર (૩) અનિલભાઇ સંજયભાઇ વસાવા (૪) હીરેનભાઇ મનહરભાઇ કાછીયા જુગાર રમતા ઝડપાયા હતા. તેમની પાસેથી અંગ ઝડતીના કુલ રૂ. ૯૧૮૦/- ,દાવ પરના રૂ. ૯૧૦/- મળી કુલ્ રૂ.૧૦,૦૯૦/- તથા ત્રણ મોબાઇલ કી રૂ. ૮૫૦૦/- મો.સા નંગ-૦૩ કી રૂ. ૯૦,૦૦૦/- કુલ્લે મુદ્દામાલ કી રૂ-૧,૦૮,૫૯૦/- ના સાથે પકાડાય જતા રાજપીપળા પો.સ્ટે ખાતે લાવી જુગારધારા કલમ,૧૨ મુજબ કાયદેસર કાર્યવાહી કરવામાં આવી…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *