ગાંધી મેદાનમાં PM મોદીની રેલીમાં બ્લાસ્ટ મામલે 9 આરોપી દોષી ઠેરવાયા..

Latest

27 ઓક્ટોબર, 2013ના રોજ બિહારની રાજધાની ખાતે થયેલા તબક્કાવાર વિસ્ફોટોમાં 6 લોકોના મોત થયા હતા. અને 90 કરતા વધારે લોકોને ઈજાઓ પહોંચી હતી.2013ના વર્ષમાં પટના ખાતે થયેલા સીરિયલ બ્લાસ્ટ કેસના ૧૦ માંથી 9 આરોપીઓને કોર્ટે દોષી ઠેરવ્યા છે. જ્યારે એક આરોપીને પુરાવાના અભાવે કોર્ટે નિર્દોષ જાહેર કર્યો છે. જોકે તે વિસ્ફોટો છતાં રેલી ચાલુ રહી હતી.અને નરેન્દ્ર મોદીએ તેને સંબોધિત પણ કરી હતી. પટના ખાતે ભાજપની હુંકાર રેલીમાં સીરિયલ બ્લાસ્ટ થયા હતા. ગાંધી મેદાન ખાતે ચાલી રહેલી રેલીમાં નરેન્દ્ર મોદી જનતાને સંબોધિત કરી રહ્યા હતા. તેઓ ભાજપ તરફથી વડાપ્રધાન પદના ઉમેદવાર હતા. ગાંધી મેદાનની સાથે સાથે પટના જંક્શનના પ્લેટફોર્મ નંબર 10ના સુલભ શૌચાલયમાં પણ એક બ્લાસ્ટ થયો હતો.
આગામી 1 નવેમ્બરના રોજ કોર્ટ આ મામલે દોષીતોને સજા સંભળાવશે. આજથી 8 વર્ષ પહેલા આજના દિવસે જ પટના ખાતે નરેન્દ્ર મોદીની રેલી દરમિયાન જોરદાર વિસ્ફોટ થયો હતો. 27 ઓક્ટોબર, 2013ના રોજ બિહારની રાજધાની ખાતે થયેલા તબક્કાવાર વિસ્ફોટોમાં 6 લોકોના મોત થયા હતા અને 90 કરતા વધારે લોકોને ઈજાઓ પહોંચી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *