પેગાસસ કેસમાં તપાસ કમિટીમાં પૂર્વ IPS ઓફિસર આલોક જોશી, ઈન્ટરનેશનલ ઓર્ગેનાઈઝેશન ઓફ સ્ટાન્ડાર્ડાઈઝેશન સબ કમિટીના ચેરમેન ડૉ. સંદીપ ઓબેરોયને પણ સામેલ કરવામાં આવ્યા છે. તેમની સાથે જ ત્રણ ટેક્નિકલ સભ્ય પણ સામેલ છે.એમાં સાયબર સિક્યોરિટી અને ડિજિટલ ફોરેન્સિક પ્રોફેસર ડૉ. નવીન કુમાર ચૌધરી, એન્જિનિયરના પ્રોફેસર ડૉ. પ્રભાકરન પી અને કોમ્પ્યુટર સાયન્સ એન્ડ એન્જીનીયરીંગ એસોસિયેટ પ્રોફેસર ડૉ. અશ્વિન અનિલ ગુમસ્તેનાં નામ છે.ઈન્વેસ્ટિગેટિવ પત્રકારોના આંતરરાષ્ટ્રીય ગ્રુપનો દાવો છે કે ઈઝરાયેલની કંપની NSOના જાસૂસી સોફ્ટવેર પેગાસસથી 10 દેશમાં 50 હજાર લોકોની જાસૂસી કરવામાં આવી હતી. ભારતમાં પણ 300 લોકોનાં નામ સામે આવ્યાં છે,જેમની ફોન પર જાસૂસી કરવામાં આવી છે. એમાં સરકારમાં સામેલ મંત્રીઓ, વિપક્ષના નેતાઓ, પત્રકાર, વકીલ, જજ, વેપારી, ઓફિસર, વૈજ્ઞાનિક અને એક્ટિવિસ્ટ સામેલ છે.પેગાસસ જાસૂસી કેસની તપાસ કરવા વિશેની અરજીઓ પર સુપ્રીમકોર્ટે નિર્ણય સંભળાવી દીધો છે. કોર્ટે આ કેસની તપાસ માટે એક્સપર્ટ કમિટી બનાવી છે. આ કમિટી રિટાયર્ડ જસ્ટિસ આર. વી. રવીન્દ્રનની અધ્યક્ષતામાં કામ કરશે. કોર્ટે આ કમિટીને કહ્યું છે, કે પેગાસસ સાથે જોડાયેલા આરોપોની તપાસ કરીને રિપોર્ટ કોર્ટને સોંપવામાં આવશે. 8 સપ્તાહ પછી આ કેસમાં ફરી સુનાવણી કરવામાં આવશે.