રિપોર્ટર :ગોવિંદ હડિયા કેશોદ
તાજેતરમાં એસ.એસ.બી જવાન મહેશસિંહ મકકાનું ફરજ દરમિયાન આકસ્મિક અવસાન થતાં તેમના પરિવારજનોની મુલાકાત લઈ સાંત્વન આપી એસ.એસ.બી જવાનને શ્રદ્ધાંજલિ આપતા ગુજરાતના સફળ આંદોલનકારી અને આપના ગુજરાત પ્રદેશ યુવા પ્રમુખ પ્રવિણ રામ અને આપના હોદ્દેદારો કેશોદ તાલુકાના કણેરી ગામના મહેશસિંહ લખુભા મક્કા આસામ ખાતે એસ.એસ.બી તરીકે ફરજ બજાવતા હતા. જ્યાં ફરજ ઉપર તેમનું આકસ્મિક અવસાન થતાં તેમના પાર્થિવ દેહને તેમના વતન કણેરી ખાતે લાવવામાં આવેલ ત્યારે મહેશસિંહ મક્કાની સ્મશાન યાત્રામાં હજારો લોકો જોડાયા હતા.
કણેરી ગામના એસ.એસ.બી જવાનના અવસાનની જાણ થતાં ગુજરાતના સફળ આંદોલનકારી અને આપના પ્રદેશ યુવા પ્રમુખ પ્રવિણ રામ અને આપના હોદ્દેદારો સાથે મહેશસિંહ મક્કાના ઘરે તેમના પરિવારની મુલાકાત લીધી હતી. પરિવારજનોને સાંત્વન આપી મહેશસિંહ મક્કાને શ્રદ્ધાંજલિ આપી હતી.અને મહેશસિંહ મક્કાના પરિવારજનોને દુઃખ સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના કરી હતી..