શહેરા તાલુકાના ખાંટ ના મુવાડા ગામ ખાતે કુણ નદીમાં મોટા પાયે ગેરકાયદેસર રેતી ખનન ખનીજ માફીયાઓ દ્વારા કરવામાં આવી રહયુ છે.

Panchmahal

રિપોર્ટર: પાર્થિવ દરજી પંચમહાલ

શહેરા તાલુકાના બાહી ગામ પાસે આવેલા ખાંટના મુવાડા ગામ ખાતે આવેલી કુણ નદી માંથી પાછલા કેટલાક સમયથી ખનીજ માફિયાઓ દ્વારા તંત્રના કોઈ પણ ડર વગર રેતી કાઢવામાં આવતી હોય છે. આ નદીના વિસ્તારમાંથી ખનીજ માફિયાઓ દિવસ અને રાત્રિ દરમિયાન નદીમા ખાડાઓ પાડીને ગેરકાયદેસર રીતે રેતી કાઢીને ટ્રેક્ટર સહિતના મોટા વાહનોમાં રોયલ્ટી પાસ વગર ભરી આપતા હોય છે. જોકે નદી ખાતે દિવસે અને રાત્રે પણ ૫૦થી વધુ વાહનોમાં રોયલ્ટી પાસ વગર અને લીઝ નહી હોવા છતાં બેરોકટોક રેતી ખનન થતુ હોવાથી સરકારી તિજોરીને લાખો રૂપિયાનું નુકશાન જઈ રહ્યું હોય ત્યારે સ્થાનિક અને જિલ્લાનું ખાણ ખનીજ વિભાગ આ સામે કડક કાર્યવાહી કરે તેવી લોક માંગ પણ ઉઠી છે. નદી માથી રેતી ખનન કરનાર ખનીજ માફિયાઓ ઉચી પહોંચ ધરાવતા હોવાથી કુણ નદીમા થતુ ગેરકાયદેસર રેતી ખનન સામે અત્યારસુધીમા કોઈ જ કાર્યવાહી અહી કરવામાં નહી આવતા તંત્રનો કોઈ પણ ડર રહયો નથી.સરકારી તિજોરીને રોયલ્ટી પાસ વગર ખનિજ વહન થતું હોવાથી લાખો રૂપિયાનું નુકશાન જઈ રહ્યું હોય ત્યારે જિલ્લા કલેકટર અને ખાણ ખનીજ વિભાગ આ કુણ નદીમા થતુ રેતી ખનન અટકાવીને ખનીજ માફિયાઓ સામે કડક કાર્યવાહી કરે તે પણ જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *