શહેરાના દલવાડા  પાસેથી એલ.સી.બી.પોલીસે મારૂતિવાન માંથી  વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો. 

Panchmahal

રિપોર્ટર :પ્રિતેશ દરજી પંચમહાલ

 પંચમહાલ જિલ્લા પોલીસ વડા ડોક્ટર લીના પાટીલ દ્વારા જિલ્લામાં દારૂની અસામાજિક પ્રવૃત્તિને નાબૂદ કરવા માટે જરૂરી માર્ગદર્શન અને સુચના આપવામાં આવી હતી. જેના અનુસંધાનમાં એલસીબીના પીઆઇ કે.પી.જાડેજાને બાતમી મળી હતી ,કે એક સિલ્વર કલરની મારૂતિ વાન વિદેશી દારૂનો જથ્થો ભરીને દાહોદ જિલ્લાના લીંબડી તરફથી પસાર થઇ રહી છે. અને વાઘજીપુર ચોકડી થી તાડવા પાસેથી પસાર થવાની છે.જેને લઇને  એલ.સી.બી સ્ટાફના માણસો દલવાડા ગામ પાસે પસાર થતા હાઇવે માર્ગ ઉપર વોચ ગોઠવી હતી. બાતમીના વર્ણન વાળી મારૂતિવાન આવતા એલ.સી.બી પોલીસે ઊભી રખાવીને તપાસ કરતા દારૂનો જથ્થો મળી આવ્યો હતો.પોલીસે દારૂ,વાહન મળીને કુલ રૂપિયા  1,87,754 ના  મૂદ્દામાલ જપ્ત કર્યો હતો. દારૂ ના જથ્થા સાથે ઝડપી પાડેલા  ડ્રાઇવરની  પુછપરછ કરવામાં આવી હતી.સાથે અન્ય ગૂનામાં  આરોપીઓ વિરૂધ્ધ શહેરા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટની કલમ હેઠળ ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ તાલુકામાંથી જિલ્લાની એસ.ઓ.જી અને  એલ.સી.બી પોલીસ દ્વારા અનેક વખત દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો હોય ત્યારે રાત્રી દરમિયાન પણ મોટા પ્રમાણમાં દારૂની હેરાફેરી થતી હોય તેમ ઉપરોક્ત પકડી પાડેલા  દારૂના જથ્થા પરથી લાગી રહ્યું છે. દિવાળીના તહેવારમાં છૂપી રીતે મોટા પ્રમાણમાં દારૂનો ધંધો કરવા માટે બુટલેગરો કોઈ પણ નવી ટેકનીક સાથે દારૂની હેરાફેરી કરતા હોય ત્યારે જિલ્લા પોલીસ વડા લીના પાટીલ દ્વારા દારૂની હેરાફેરી અટકી શકે તે માટે પોલીસનું પેટ્રોલિંગ વધારવા સહીત તેઓ દ્વારા અલગ-અલગ ટીમો પણ બનાવવામાં આવે તે પણ જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *