બ્યુરો ચીફ :અંકુર ઋષિ રાજ પીપળા
આજની સ્થિતિએ ૦૧ દરદી હોમ આઇસોલેશન હેઠળ COVID-19 મહામારીને અનુલક્ષીને નર્મદા જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગના એપીડેમીક મેડિકલ ઓફિસર ડૉ. આર.એસ.કશ્યપ તરફથી આજે તા.૨૪ મી ઓક્ટોબર, ૨૦૨૧ ના રોજ સાંજે ૫:૦૦ કલાકે પ્રાપ્ત થયેલી જાણકારી મુજબ નર્મદા જિલ્લામાં એક પણ પોઝિટિવ કેસ નોંધાયો નથી. આજની સ્થિતિએ ૦૧ દરદી હોમ આઇસોલેશન હેઠળ છે. આજે એન્ટીજન (રેપિડ) ટેસ્ટમાં ૨૨ ટેસ્ટ સેમ્પલ ચકાસણી માટે એકત્ર કરાયેલ છે.નર્મદા જિલ્લામાં આજે તા.૨૪ મી ઓક્ટોબર,૨૦૨૧ ના રોજ આરોગ્ય ટૂકડીઓ દ્વારા આયુર્વેદિક ઉકાળાનો આજદિન સુધી ૧૦૨૯૦૫૯ લોકોએ લાભ લીધો હતો. અને હોમિયોપેથી રક્ષણાત્મક ઉપાય તરીકે આર્સેનિક આલ્બમ-૩૦ પોટેન્સી ગોળી ૯૦૭૩૬૭૪ લોકોને વિતરણ કરાઇ છે.
બ્યુરો ચીફ :અંકુર ઋષિ રાજ પીપળા