રિપોર્ટર :-સુરેશ રાણા, બનાસકાંઠા*
અમીરગઢ તાલુકાના ઇકબાલગઢ ગામ નજીક આવેલા એક ફાર્મ હાઉસ પર ટ્રેક્ટર દ્વારા ખેડૂત જેમીનભાઈ અશોકભાઈ જગાણિયા રોટવેટર લઈ ખેતર માં કામ કરી રહ્યા હતા. તે સમય અચાનક રોટવેટરમાં આવી જતા તેઓ નું ઘટના સ્થળે દુઃખદ મોત થતા પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. બનવા સમય ખેડૂત પુત્ર એકલો ખેતરમાં કામ કરતો હોવાથી અને તેને ઘટનાની જાણ પરિવાર જનો સહિત આજુબાજુના લોકોને થતા બનાવ સ્થળે લોકોના ટોળેટોળાં એકઠા થઇ ગયા હતા. અત્રે ઉલ્લેખનીય છે. કે પટેલ પરિવારમાં ઘોજારી ઘટના બનતા તહેવારોના સમય માતમ છવાઈ ગયો હતો.