રિપોર્ટર: મકસુદ પટેલ,આમોદ
આમોદ નવી કોર્ટ પાસે વાડીયા ગામ જવાના રસ્તા ઉપર નાળા પાસે એક યુવાનની લાશ મળતા આમોદ પંથકમાં ચકચાર મચી જવા પામી હતી. આમોદ પોલીસે ઘટના સ્થળે પહોંચી લાશનો કબજો લીધો હતો અને આરોગ્ય કેન્દ્ર ખાતે લાવી પોસ્ટમોર્ટમ કરવાની તજવીજ હાથ ધરી હતી.
આમોદ પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ આમોદ તાલુકાના નવા દાદાપોર ગામે રહેતો રાજેન્દ્રગીરી મહેન્દ્રગીરી ગોસ્વામી ઉ.વ ૪૨ ગતરોજ સવારે ૧૦ કલાકે પોતાના ઘરેથી લાકડા કાપવા જાવ છું કહીને નીકળ્યો હતો.જે કોઈ કારણોસર આમોદ નવી કોર્ટ પાસે વાડીયા ગામ જવાના રસ્તા ઉપર નાળા પાસે તેની લાશ મળતા આજે સવારે વાડીયા ગામના ડેપ્યુટી સરપંચ જાણ થતાં તેમણે આમોદ પોલીસને જાણ કરી હતી. આમોદ પોલીસે મરણ જનારની લાશને આમોદ રેફરલ હોસ્પિટલ ખાતે લાવી તેનું પોસ્ટમોર્ટમ કરાવી તેના પરિવારજનોને લાશ પરત કરી હતી.