રિપોર્ટર :ગોવિંદ હડિયા કેશોદ
નાના બાળકોમાં પણ સેવાભાવની અનોખી પ્રેરણા જોવા મળી છે. કેશોદની જુની શાક માર્કેટ પીર ગુંદી
વિસ્તારમાં રહેતા બાર જેટલા બાળકોએ નક્કી કર્યું હતું, કે આગામી દિવાળી તહેવાર નિમિત્તે ઝુંપડપટ્ટીમાં રહેતા લોકો પણ મીઠાઈ ફરસાણ સાથે દિવાળીની ઉજવણી કરે તે માટે નાના બાળકોએ આજુબાજુના વિસ્તારોમાંથી બિન ઉપયોગી છાપાની પસ્તી એકત્ર કરી તેનું વેચાણ કરી તેમાંથી જે આવક મળી એમાંથી મીઠાઈ ફરસાણની બિસ્કિટ ચોકલેટ સહીતની કિટ બનાવી કેશોદના માંગરોળ રોડ નજીક આવેલ ઝુંપડપટ્ટીઓમાં વિતરણ કરી નાના બાળકોએ માનવતાનું ઉમદા ઉદાહરણ પુરૂ પાડયું છે. જેને બિરદાવવા ટી.આર.બી જવાન પ્રકાશ કરમટા તથા પોલીસ જવાન ધર્મેશ
વ્યાસે તમામ બાળકોને પ્રોત્સાહીત ગીફ્ટ આપી બાળકોની માનવતાવાદી પ્રેરણાને બિરદાવી હતી .ત્યારે આવા નાના બાળકોમાં પણ જરૂરીયાતમંદ લોકો માટે ફુલ નહી તો ફુલની પાંખડી સમાન માનવતા ભરી પહેલ કરી અન્ય લોકોને પણ સેવાભાવ પ્રત્યે પ્રેરણા આપી છે. અને નાના મોટા સૌ સાથે મળી તહેવારની ઉજવણી કરવા પણ સંદેશ પાઠવવાનો નાનકડો પ્રયાસ કરનાર બાળકોને પણ શહેરીજનો અભિનંદન પાઠવી રહ્યા છે.