અંકુર ઋષી રાજપીપળા નર્મદા
આ મન કી બાત કાર્યક્રમ દ્વારા માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી પોતાના ઉર્જાવાન અને ઓજસ્વી વક્તવ્ય દ્વારા ઉત્તરાખંડના પહાડી વિસ્તારમાં એક હેલ્થ વર્કર શ્રીમતી પૂનમ નૌટિયાલ જી તથા તેમની સમગ્ર ટીમે સંકલ્પ કરેલ કે એક પણ વ્યક્તિ કોરોના વેક્સિનના ડોઝ વગર બાકાત રહશે નહિ તથા ૧૦૦ % ટકા રસીકરણ અભિયાન પૂર્ણ કરવામાં આવશે. અને કોરોના મહામારીને રાજ્ય તથા સમગ્ર દેશમાંથી દૂર કરવામાં આવશે. તેનું ઉદાહરણ આપવામાં આવ્યું હતું અને દેશના તમામ નાગરિકોનો ૧૦૦ કરોડો ડોઝ પૂર્ણ કરવા બદલ આભાર પ્રગટ કર્યો હતો.
સાથોસાથ સ્વછતા અભિયાન વિષે તથા નારીશક્તિ મહિલાઓ વિષે વાત કરી હતી. કે મહિલાઓ આજે પોલીસ વિભાગ, ફોરેસ્ટ વિભાગ, સૈન્ય વિભાગ તથા વિવિધ ક્ષેત્રોમાં કઠોરમાં કઠોર તાલીમ મેળવી સંવેદનશીલ જગ્યા પર સુરક્ષા કરતી જોવા મળી રહી છે. અને વિશિષ્ટ યોગદાન આપી રહી છે.મહિલાઓના આ વિવિધ કાર્યને પ્રધાનમંત્રીનએ અભિનંદન પાઠવ્યા હતા. તેમજ ભગવાન બિરસા મુંડાજીની દેશ માટેની રાષ્ટ્રભક્તિ વિશે વાત કરી હતી. અને તમામ આદિવાસી નવયુવાનોને ભગવાન બિરસા મુંડાજીના જીવન ચરિત્ર તથા રાષ્ટ્રભક્તિના કાર્યમાંથી પ્રેરણા લેવા અનુરોધ કર્યો હતો.આ ઉપરાંત દિવાળીના વિવિધ ધાર્મિક તહેવારોમાં દેશના તમામ નાગરિકોને દેશી ફટાકડા, દેશી બનાવટી દિવા તથા કોડિયા જેવી વગેરે સ્વદેશી વસ્તુ ખરીદવા માટે ખાસ ભાર મૂક્યો હતો.