વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે હું જાણતો હતો કે આપણા હેલ્થકેર કામદારો દેશવાસીઓના વેક્સિનેશનમાં કોઈ કસર છોડશે નહીં. તેમણે ઈનોવેશન સાથે પોતાના દ્રઢ નિશ્ચય સાથે માનવતાની સેવાનું નવું ધોરણ સ્થાપિત કર્યું. તેમણે તમામ પડકારોને પાર કરીને સુરક્ષા કવચ આપ્યું. અનેકપ્રેરણાદાયી ઉદાહરણો આપણી સમક્ષ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે રેડિયો કાર્યક્રમ ‘મન કી બાત’ માં 82માં એપિસોડમાં રાષ્ટ્રને સંબોધન કર્યું હતું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી રેડિયો કાર્યક્રમ ‘મન કી બાત’ દ્વારા રાષ્ટ્રને સંબોધિન કર્યું હતું. PM મોદીએ કહ્યું કે આપ સૌને પ્રણામ. કોટિ-કોટિ પ્રણામ. તેમણે કહ્યું કે હું આપ સૌને પ્રણામ એટલા માટે કહી રહ્યો છું કે 100 કરોડ વેક્સિનના ડોઝનો આંક પાર કર્યા બાદ દેશ નવા ઉત્સાહ, નવી ઉર્જા સાથે આગળ વધી રહ્યો છે. આપણાં વેક્સિનેશન કાર્યક્રમની સફળતા, ભારતની ક્ષમતા દર્શાવે છે.PM મોદીએ કહ્યું, 100 કરોડ વેક્સિનના ડોઝનો આંકડો ચોક્કસપણે મોટો છે. પરંતુ તેની સાથે લાખો નાના, પ્રેરણાદાયક અને ગૌરવપૂર્ણ અનેક અનુભવો ઘણા ઉદાહરણો જોડાયેલા છે. PM મોદીએ કહ્યું કે, લાખો આરોગ્ય કર્મચારીઓની મહેનતને કારણે ભારત 100 કરોડ વેક્સિનના ડોઝનો આંક પાર કરવામાં સફળ રહ્યું છે. આજે હું દરેક ભારતવાસીનો આભાર વ્યક્ત કરું છું, જેમણે ‘સૌને વેક્સિન મફત વેક્સિન’ અભિયાનને આટલી ઉંચાઈ આપી. સફળતા અપાવી.
નરેન્દ્ર મોદીએ કહ્યું કે આગામી મહિને 15 નવેમ્બરે મહાપુરુષ, બહાદુર યોદ્ધા ભગવાન બિરસા મુંડા જીની જન્મ જયંતિ આવવાની છે. ભગવાન બિરસા મુંડાએ પોતાની સંસ્કૃતિ, પોતાનું વન,પોતાની જમીનની રક્ષા માટે સંઘર્ષ કર્યો હતો. તેમણે આપણને આપણી સંસ્કૃતિ પર ગર્વ કરવાનું શીખવ્યું.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ છેલ્લે મન કી બાતમાં નદીઓનું મહત્વ, સ્વચ્છતા અને વોકલ ફોર લોકલ પર ભાર આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે આઝાદીની લડાઈમાં ખાદીનું જે ગૌરવ હતું, તે ગૌરવ આજે પણ યુવા પેઢી ખાડીને આપી રહી છે. દિલ્હીના એક ખડી શો રૂમમાં એક કરોડ રૂપિયાથી વધુનો વેપાર થયો, આવું ઘણા દિવસ થયું. તેમણે એવું પણ કહ્યું હતું કે મારી ભેટોની હરાજીથી મળનારા રૂપિયા નમામિ ગંગે મિશનને આપવામાં આવશે.PM મોદી મન કી બાત બાબતે જુદા જુદા પ્લેટફોર્મ્સ દ્વારા સામાન્ય લોકોની સલાહ અને સૂચનો માંગે છે, જેનો કાર્યક્રમ દરમિયાન ઉલ્લેખ પણ કરે છે. તમે નેરન્દ્ર મોદીની વેબસાઇટ પર જઈને રજીસ્ટ્રેશન કર્યા બાદ સૂચન મોકલી શકો છો. mygov.in મુજબ, તમે 1922 પર મિસ્ડ લોક પણ કરી શકો છો અને SMSમાં પ્રાપ્ત લિન્ક દ્વારા પણ PM સુધી પોતાના સૂચન પહોંચાડી શકો છો.ટોલ ફ્રી નંબર 1800-11-7800 પર કોલ કરીને પણ સૂચન રેકોર્ડ કરવી શકાય છે.