લાંબા સમય બાદ ભારત-પાકિસ્તાન વચ્ચે મેચ યોજાઈ રહી છે..

Sports

દેશભરમાં નાગરિકોમાં ઉત્સાહ છે. લોકોએ અગાઉથી જ મેચ માટે તૈયારી કરી છે. અમદાવાદમાં પણ અનેક જગ્યાએ મેચ જોવા માટે આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે થિયેટરમાં પણ મેચ બતાવવામાં આવશે.અમદાવાદમાં આવેલા PVRના ૩ થિયેટરમાં પણ મેચ બતાવવામાં આવશે. થલતેજના એક્રોપોલિસ, રાણીપના આર્વેદ ટ્રાન્સ કયુબ પ્લાઝા અને મોટેરા PVRમાં ઇન્ડિયા-પાકિસ્તાનની મેચ બતાવવામાં આવશે. સાંજે 7 વાગે મેચ શરૂ થશે. થિયેટરમાં મુવીની જેમ મેચ શરૂ થશે. દર્શકોને આખી મેચ થિયેટરમાં બતાવવામાં આવશે. જેમાં ક્લાસિક ટિકિટના 399, પ્રાઈમ ટિકિટના 399 અને રિક્લ્યાનરના 649 રૂપિયા સુધીના ટિકિટના ભાવ રાખવામાં આવ્યા છે.
એક દિવસ અગાઉ થિયેટર પણ હાઉસફુલ થઈ ગયું છે. આજે દેશભરમાં 35 શહેરોમાં 75થી વધુ PVR સિનેમામાં ઇન્ડિયા પાકિસ્તાનની મેચ બતાવવામાં આવશે. આમ તો કોરોના બાદ થિયેટર લોકો જવાનું ટાળી રહ્યા છે. થિયેટરમાં માત્ર 10 ટકા જેટલા દર્શકો આવી રહ્યા છે ત્યારે મેચનું આયોજન કરતા થિયેટર એક દિવસ અગાઉ હાઉસફુલ થયા છે. લોકોએ મુવી કરતા વધુ રસ ક્રિકેટ મેચમાં રાખ્યો હોય તેવો માહોલ સર્જાયો છે.થિયેટરમાં મુવીની જેમ મેચ શરૂ થશે. દર્શકોને આખી મેચ થિયેટરમાં બતાવવામાં આવશે. જેમાં ક્લાસિક ટિકિટના 399, પ્રાઈમ ટિકિટના 399 અને રિક્લ્યાનરના 649 રૂપિયા સુધીના ટિકિટના ભાવ રાખવામાં આવ્યા છે

.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *