રિપોર્ટર: ગોવિંદ હડિયા, કેશોદ
હાલમાં મગફળીમાં પિયત આપવાના સમયે પુરતો વિજ પુરવઠો ન મળતો હોવાથી અને વારંવાર વિજ પુરવઠો ખોરવાતો હોવાના પ્રશ્નો વધુ ખેડુતો કેવદ્રા ફાટક પાસે આવેલી 66 કેવી એસ.એસ ફીડરે આવી રજુઆત કરી. કેશોદ તાલુકાના કેવદ્રા પાટીયા પાસે આવેલ 66 કેવી એસ.એસ ફીડરે નીચે આવતા વિસ્તારોમાં ખેતીવાડી વિજ પુરવઠો પુરતો મળતો નથી. તેમજ વારંવાર ફોલ્ટ થતાં વીજ પુરવઠો કાપી નાખવામાં આવતો હોય છે. હાલમાં મગફળીમાં પિયત આપવાના સમયે પુરતો વિજ પુરવઠો ન મળતો હોય અને વારંવાર વિજ પુરવઠો ખોરવાતો હોવાના પ્રશ્ને રોષે ભરાયેલા સોથી વધુ વિજ ગ્રાહકો કેવદ્રા ફાટક પાસે આવેલ 66 કેવી એસએસ ફીડરે આવી રજુઆત કરી હતી અને નિયમિત વિજ પુરવઠો આપવાની માંગ કરી હતી. તેમજ અન્ય ફિડરોની જેમ દિવસ દરમિયાન થ્રી ફેઈઝ વિજ પુરવઠો આપવાની પણ માંગ કરી હતી. આ બાબતે પી.જી.વી.સી.એલ અધિકારીઓએ વહેલી તકે પ્રશ્ન હલ કરવાની ખાત્રી આપી હતી.ત્યારે વિજ ગ્રાહકોનો પ્રશ્ન હલ થશે કે ફરીથી વિજ ધાંધીયાથી કંટાળી વિજ ગ્રાહકોએ ઉગ્ર રજૂઆત કરવી પડશે તે જોવાનું રહ્યું.