શુક્રવારની રાત્રી ભોજન બાદ તમામ સૂઈ ગયા હતા.ત્યારે સવારે પત્ની કાશ્મીરાની આંખ ખુલતા સાનિયા બાથરૂમમાં ફાંસો ખાધેલી હાલતમાં જોઈ હોંશ ગુમાવી બેઠી હતી. પત્નીની બુમાબુમ બાદ પરિવાર સાનિયાને તાત્કાલિક સારવાર માટે સિવિલ લઈ આવતા મૃત જાહેર કરાઈ હતી. સાનિયાના આવા અંતિમ પગલાંને લઈ પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે.
વધુમાં જણાવ્યું હતું કે વતન કોલકોતાના રહેવાસી અને સુરતમાં જ રહેતા એક યુવક જોડે સાનિયાને એક વર્ષથી પ્રેમ થઈ ગયો હતો. અવાર નવાર પરિવારથી છુપાઈને બાથરૂમમાં એક એક કલાક સુધી મોબાઈલ પર વાત કરતા પકડાય ગયા બાદ દીકરીના પ્રેમની પરિવારને જાણ થઈ હતી. એટલું જ નહીં પણ સાનિયાના આપઘાત પાછળ પણ પ્રેમી સાથેનો ઝગડો કારણભૂત હોય શકે છે. જોકે સચિન જીઆઈડીસી પોલીસે હાલ ગુનો નોંધી પોસ્ટમોર્ટમની કામગીરી હાથ ધરી છે.સુરતના ઉન પાટિયામાં એક કિશોરી બાથરૂમમાંથી ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવતા પરિવાર શોકમાં સરી ગયું છે. સાનિયાને એક યુવક સાથે એક વર્ષથી પ્રેમ થઇ ગયો હોવાનું સામે આવ્યું છે. એટલું જ નહીં પણ કલાકો સુધી બાથરૂમમાં બેસી પ્રેમી સાથે વાતચીત કરતી સાનિયાના આપઘાત પાછળ પ્રેમી સાથેનો ઝઘડો કારણભૂત હોવાનું હાલ ચર્ચાઈ રહ્યું છે.