કેશોદના અગતરાય ગામે તાલુકા કક્ષાનો સેવાસેતુ કાર્યક્રમ યોજાયો.

Junagadh

રિપોર્ટર :ગોવિંદ હડિયા કેશોદ

નાગરીકોની વ્યકિતલક્ષી રજુઆતોનો સ્થળ ઉપર જ ઉકેલ લાવવા ૧૪ ડીપાર્ટમેન્ટો દ્વારા ૫૬ પ્રકારની કામગીરી સેવા સેતુ કાર્યક્રમ અંતર્ગત કરવામાં આવી જેનો લોકોએ લાભ લીધો હતો..

ગુજરાત સરકાર દ્વારા લોકોની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા સેવા સેતુ કાર્યક્રમ યોજાઇ રહયા છે. ત્યારે કેશોદ તાલુકા કક્ષાનો સેવાસેતુ કાર્યક્રમ અગતરાય ગામે યોજાયો હતો. સેવાસેતુ કાર્યક્રમના શુભારંભે કેશોદના ધારાસભ્ય અને રાજ્યકક્ષાના મંત્રી દેવાભાઈ માલમના વરદ હસ્તે દિપ પ્રાગટય કરી સેવા સેતુ કાર્યક્રમ ખુલ્લો મુકાયો હતો. સેવા સેતુ કાર્યક્રમમાં મામલતદાર તાલુકા વિકાસ અધિકારી નગરપાલિકા પ્રમુખ તથા હોદેદારો આરોગ્ય વિભાગ સહીતના અધિકારીઓ રાજકીય હોદેદારોની ઉપસ્થિતિમાં કેશોદ તાલુકા કક્ષાનો સેવાસેતુ કાર્યક્રમ યોજાયો હતો. નાગરીકોની વ્યકિતલક્ષી રજુઆતોનો સ્થળ ઉપર જ ઉકેલ લાવવા ૧૪ ડીપાર્ટમેન્ટો દ્વારા ૫૬ પ્રકારની કામગીરી સેવા સેતુ કાર્યક્રમ અંતર્ગત કરવામાં આવી જેનો લોકોએ લાભ લીધો હતો..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *