દેશમાં 100 કરોડ વેક્સિન ડોઝની સિદ્ધિને લઇને વડોદરાની સયાજી હોસ્પિટલમાં ઉજવણી,

vadodara

દેશમાં કોરોના વેક્સિનેશનનો આંકડો 100 કરોડને પાર થઇ જતા આરોગ્ય વિભાગ દ્વારા હોસ્પિટલોમાં ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે મધ્ય ગુજરાતની સૌથી મોટી વડોદરા શહેરની સયાજી હોસ્પિટલના આંગણે કોરોના 100 વેક્સિન ડોઝની રાષ્ટ્રીય સિદ્ધિ નિમિત્તે આરોગ્ય પરિવારે ગરબે ઘૂમીને ઉજવણી કરી હતી.નર્સિંગ સ્ટાફના પલ્લવી પરમાર અને સપના શાહ પહેલા દિવસથી રસી મૂકવાની સેવા આપી રહ્યાં છે. અને તેમણે આમ આદમીથી લઇને વડોદરાના રાજવી પરિવારના સદસ્યો, મંત્રીઓ, ધારાસભ્યો, પદાધિકારીઓ અને પ્રશાસન અને પોલીસ તંત્રના ઉચ્ચ અધિકારીઓને રસી મૂકી છે. આવા કર્મયોગીઓને પરિણામે રસિકરણ સફળ થઈ રહ્યું છે.હાલમાં સંભવિત ત્રીજી લહેરને આપણે વિલંબિત કરી શક્યા છે.
તબીબો,નર્સિંગ સ્ટાફ અને આરોગ્ય કર્મચારીઓએ આ સિદ્ધિ માતાજીને સમર્પિત કરતાં હોય તેમ માસ્ક, સેનેટાઈઝરની બોટલ અને કોરોનાની રસીની વાયલ હાથમાં રાખીને ગરબા ઘૂમ્યા હતા.અને મીઠાઈની વહેંચણી કરીને સહુએ મોઢું મીઠું કર્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *