ઇડર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ અને મુદ્દામાલ સહીત એક આરોપીને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ સાબરકાંઠા

Sabarkantha

રીપોર્ટ:-શાહબુદ્દીન શિરોયા સાબરકાંઠા

પોલીસ મહાનીરીક્ષક અભય ચુડાસમા ગાંધીનગર વિભાગ, તથા પોલીસ અધિક્ષક સાબરકાંઠા નીરજ કુમાર બડગૂજર, સાબરકાંઠા જીલ્લામાં પ્રોહીબીશનને લગતા ગુન્હાઓને અંકુશમાં લેવા તથા શોધી કાઢવા માટે આપેલી સુચના અન્વયે એમ.ડી.ચંપાવત પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી.ના માર્ગદર્શન મુજબ પો.સ.ઇ. જે.પી.રાવ, એલ.સી.બી. તથા એ.એસ.આઇ. વિક્રમસિંહ તથા આ.હે.કો. સનતકુમાર તથા આ.પો.કો વિજયભાઇ તથા આ.પો.કો પ્રકાશભાઇ તથા અ.પો.કો. વિજયસિંહ તથા અ.પો.કો. અમરતભાઇ તથા અ.પો.કો. પ્રહર્ષકુમાર વગેરે એલ.સી.બી. સ્ટાફના માણસો ઇડર પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમ્યાન બાતમી રાહે હકીકત મળી હતી કે, રાજસ્થાન માંથી ઇગ્લીશદારૂનો જથ્થો ભરી એક સફેદ કલરની ઇકો ગાડી ભિલોડા તરફથી સાબરકાંઠા જીલ્લામાં ઈડર થી હિમતનગર થઇ દહેગામ તરફ જઈ રહી હતી.
જેથી મોહનપુર ફાટક પાસે નાકાબંધી કરી ભિલોડા તરફથી આવતા વાહનોની વોચમાં હતા. તે દરમ્યાન ઉપરોક્ત બાતમી મુજબની સફેદ કલરની ઇકો ગાડી આવતા તે ગાડીને પકડી જેમાથી બે ઈસમો ખુલ્લા ખેતરોમાં થઈ ભાગી ગયા હતા. આ પકડાઇ ગયેલા સદર ગાડીની અંદર તપાસ કરતા ગાડીની અંદર ભારતીય બનાવટનો વિદેશી દારૂની પેટીઓ ભરેલી હતી. ઇકો ગાડીમાં ગેરકાયદેસર રીતે ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરી હેરાફેરી કરતા પ્રોહિ મુદ્દામાલની અલગ અલગ બ્રાન્ડની પેટી નંગ – ૧૨ કુલ બોટલ નંગ – ૩૨૪ મળી કુલ કિ.રૂ.૪૯,૪૪૦/- નો પ્રોહી મુદ્દામાલ તથા ઇકો ગાડી કિ.રૂ.૨ ૦૦,૦૦૦/- મળી કુલ્લે કિ.રૂ.૨,૪૯,૪૪૦/ નો મુદ્દામાલ કબ્જે કરી ઇડર પો. સ્ટે. સી પાર્ટ ગુ.ર.નં. ૧૧૨૦૯૦૨૦૨૧૧૭૮૧/૨૦૨૧ ધી ગુજરાત પ્રોહિ એકટ ક૬૫એઇ,૧૧૬બી,૯૮(૨), ૮૧, ૮૩ મુજબનો ગુન્હો દાખલ કરાવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *