રિપોર્ટર: ગૌતમ વ્યાસ,કેવડિયા કોલોની
મળતી માહિતી મુજબ નર્મદા જિલ્લાના ગોરા ગામમાં હાલમાં એક કોરોના પોઝિટિવ કેસ નોંધાયો છે જેને લઇને આખું ગોરા ગામ સીલ કરી દેવામાં આવ્યું છે ગામલોકોને વહીવટી તંત્ર દ્વારાકો રેન્ટાઈન કરી દેવામાં આવ્યા છે તથા ગામની બહાર જવા દેવામાં આવતા નથી તેમજ વસંતપુરા પીપળીયા જેવા આજુબાજુના ગામના લોકોની અવર-જવર પણ સંપુર્ણ બંધ કરી દેવામાં આવી છે તેમ છતાં પણ આવા સંજોગોમાં આજરોજ કોન્ટ્રાક્ટર દ્વારા બહારગામના મજૂરોને પોતાની સાથે લાવી ગોરા ગામમાં ફેન્સિંગના કાર્ય માટેના થાંભલા રોપવાનો કાર્ય ચાલો રાખવામાં આવ્યું હતું જેને લઇને ગોરા ગામના સરપંચ તત્કાલ ઘટનાસ્થળે પહોંચી જઈ ત્યાં કામ કરી રહેલા કોન્ટ્રાકટર તથા મજૂરો સાથે વાતચીત કરી કે તમે અહીંયા લોકડાઉંનની પરિસ્થિતિમાં કોની મંજૂરીથી કામ કરવા માટે આવ્યા છો? તમને ગામ માં પ્રવેશવાની મંજૂરી કોણે આપી? અહીં વહીવટીતંત્ર દ્વારા ગામલોકોને બહાર જવા દેવામાં આવતા નથી તો તમને અહીં કામ કરવાની મંજૂરી કોણે આપી વધુમાં સરપંચે જણાવ્યું હતું કે ગામમાં એક ઘરે નડીયા ગોઠવવા નું કામ ચાલતું હતું તે પણ પ્રશાસન તંત્રએ બંધ કરાવી દીધું હતું તો પછી આ કામ કઈ રીતે ચાલુ રખાયું આ બાબતે સરપંચ શ્રી એ ૧૧મી મેના રોજ કલેકટરશ્રી નર્મદાને આવેદનપત્ર પણ આપ્યું હતું તેમ છતાં પણ સંબંધિત કચેરી બળજબરીપૂર્વક ગામમાં કામ કરાવી રહી છે આ ઘટનાને લય પોલીસ અધિકારી પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને મામલાને ઠંડો પાડવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ સરપંચ શ્રી એ પોલીસ અધિકારીની વાતને સમર્થન ન આપતા નાયબ કલેકટર અને વહીવટદાર કચેરી કેવડીયાકોલોની ને ફોન કરી આ કામગીરી વિશે જાણ કરતા કે વહીવટદારે જણાવેલ કે ગોરા ગામના આ વિસ્તારમાં ફેન્સિંગના કામગીરી માટે નો કોઈ પણ પ્રકારનો ઓર્ડર આપણી કચેરીને કરવામાં આવેલ નથી જેથી કરીને કામગીરી કરવા આવેલા કોન્ટ્રાકટર તથા મજૂરો તત્કાલ છોડી ભાગી ગયા હતા ગામના સરપંચ શ્રી નો કહેવું છે કે આ બધું કામ પોલીસ અધિકારી ની સામે જ અને તેઓની દેખરેખમાં થઈ રહ્યું છે અધિકારીઓને ખબર હોવા છતાં પણ ગેરકાયદેસર કામો કરાવી રહ્યા છે તો આ માટે જવાબદાર કોણ? શા માટે પોલીસ આવા અધિકારીઓ સામે પગલા ભરવામાં ખચકાય છે તે જણાતું નથી એક તરફ પોલીસ ગરૂડેશ્વર તાલુકાના સમગ્ર વિસ્તારમાં લોકોનેલોકડાઉંનની પાલન કરાવી છે જ્યારે બીજી તરફ આજુબાજુના ગામોમાં ફેન્સીંગ ની કામગીરીમાં કામદારોને રક્ષણ આપી રહી છે ત્યારે એક મોટો સવાલ એ ઉપસ્થિત થઈ રહ્યો છે કે વહીવટદાર કચેરીના અધિકારીઓ સામે હજી સુધી પગલાં કેમ લેવાતા નથી સરકારી કચેરીના અધિકારીઓ લોકડાઉંન ભંગ કરી રહયા છે તથા નર્મદા જિલ્લાની 144 કલમ નો પણ ભંગ કરી રહ્યા છે શું કાયદા કાનુન માત્ર ગરીબ તથા મધ્યમવર્ગને પરિવારજનોને જ લાગુ પડે છે જ્યારે સમાજમાં ચાલતી આવી સાચી હકીકતો ને પત્રકારો દ્વારા બહાર પાડવામાં આવે છે ત્યારે પત્રકારો પર પણ અધિકારીઓ દ્વારા દબાણ આપવામાં આવે છે અને અમુક કિસ્સાઓમાં તો પત્રકારો પર ખોટા કેસમાં ફસાવી દેવાની પ્રવૃત્તિઓ પણ સંબંધિત કચેરીના અધિકારીઓ દ્વારા કરવામાં આવે છે તેમજ સત્તા અને હોદ્દાનો દુરુપયોગ કરવામાં પણ આવે છે તેવી ચર્ચાએ કેવડિયા કોલોનીમાં જોર પકડ્યું છે