રિપોર્ટર :ગોવિંદ હડિયા કેશોદ
શાળાકીય રમોત્સવ જીલ્લા કક્ષાની અંડર 19 કબડ્ડીમાં આદર્શ વિદ્યા મંદિર કોયલાણાની બહેનો જિલ્લામાં પ્રથમ નંબર લાવતા શાળા પરિવાર સાથે કેશોદ તાલુકાનું ગૌરવ વધાર્યું.
કેશોદ તાલુકાના કોયલાણા ગામે આવેલી આદર્શ વિદ્યા મંદિરના વિદ્યાર્થીઓ દ્વારા શૈક્ષણિક કારકિર્દી સાથે રમત ગમત ક્ષેત્રે પણ આગવું સ્થાન ધરાવે છે. આદર્શ વિદ્યા મંદિર કોયલાણાને ૨૦૨૦ માં જુનાગઢ ગ્રામ્યમાં શ્રેષ્ઠ શાળા તરીકે પસંદગી થતાં એક લાખ રોકડ પુરસ્કાર મળ્યો. ખેલ મહાકુંભમાં રસ્સા ખેંચ ભાઈઓ રાજ્ય કક્ષા સુધી ભાગ લીધો તેમજ ખોખો અને કબડ્ડીમા બલેનોએ રાજ્યકક્ષાએ સુધી ભાગ લીધો હતો. તાજેતરમાં વિનયમંદિર સારંગપીપળી ખાતે શાળાકીય રમોત્સવમા અંડર -19 કબડ્ડીમા આદર્શ વિદ્યા મંદિર કોયલાણાની બહેનો જિલ્લામાં પ્રથમ નંબર લાવતા શાળાનું ગૌરવ વધાર્યું છે. તે બદલ વિદ્યાર્થી બહેનોને પ્રિન્સિપાલ એચ .વી.ગોસ્વામી, કોચ કે.બી.ખાનપરાએ અભિનંદન પાઠવ્યા છે.