ઇડર તથા જાદર પો.સ્ટે વિસ્તારમાંથી ભારતીય બનાવટનો ઇંગ્લીશ દારૂની બોટલો સાથે મુદ્દામાલ કબ્જે કરી પ્રોહિબિશનના બે કેસ શોધી કાઢતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ સાબરકાંઠા…

Sabarkantha

રિપોર્ટ:-શાહબુદ્દીન શિરોયા સાબરકાંઠા

પોલીસ મહાનિરીક્ષક અભય ચુડાસમા ગાંધીનગર વિભાગ તથા પોલીસ અધિક્ષક સાબરકાંઠા નીરજ કુમાર બડગુજર સાબરકાંઠા જિલ્લામાં પ્રોહીબીશનને લગતા ગુન્હાઓને અંકુશમાં લેવા તથા શોધી કાઢવાની અસરકારક કામગીરીના આદેશ મુજબ પો.ઇન્સ. એમ.ડી.ચંપાવત એલ.સી.બી.ના માર્ગદર્શન હેઠળ પો.સ.ઇ. બી.યુ.મુરીમાં એલ.સી.બી.તથા આ.પો.કો.રાજેશકુમાર તથા આ.પો.કો.નિરીલકુમાર તથા અ.પો.કો,ગોપાલભાઇ તથા અ.પો.કો મીતરાજસિંહ તથા આ.પો.કો અનીરૂધ્ધસિંહ સ્ટાફ સહીત ના માણસો ઇડર પો.સ્ટે વિસ્તારમાં ખાનગી વાહનમાં પ્રોહી વોચમાં હતા..
દરમ્યાન પો.સ.ઇ. બી.યુ.મુરીમાનાઓને ખાનગી બાતમીદારથી બાતમી મળતા, “ઝીંઝવા ગામે રહેતા જયપાલસિંહ સ/ઓ પ્રતાપસિંહ માનસિંહ સીસોદીયા પોતાના તબેલા ઉપર ઇગ્લીંશ દારૂ રાખી છુટક વેચાણ કરે છે..
જે બાતમી હકીકત આધારે રેઇડ કરતાં ભારતીય બનાવટના ઇંગ્લીશદારૂની અલગ અલગ બ્રાન્ડની છુટી બોટલો નંગ-૧૮૨ કુલ કિ.રૂ.૨૩,૭૩૮/- તથા મોબાઇલ ફોન નંગ-૧ કિ.રૂ.૨૦૦૦/- મળી કુલ્લે કિ.રૂ.૨૫,૭૩૮/-ના મુદ્દામાલ આરોપી જયપાલસિંહ પ્રતાપસિંહ માનસિંહ સીસોદીયા પકડી પાડી તેમના તથા બાકી પકડવાના બે આરોપીઓ વિરૂધ્ધ ઇડર પો.સ્ટેર.સી.પાર્ટે નં.૧૧૨૦૯૦૨૦૨૧/૨૦૨૧ ધી ગુજરાત પ્રોહિ એકટ ક.૬૫એ,ઇ,૧૧૬બી,૮૧ મુજબ તા.૧૯/૧૦/૨૦૨૧ મુજબનો ગુન્હો દાખલ કરવામાં આવ્યો
દરમ્યાન ઇસરવાડા તરફથી એક યામાહા મોટર સાયકલ તથા એક મીણીયો કોથળો બાંધેલ હાલતમાં આવતા રસ્તો બ્લોક કરી મોટર સાયકલ ઉભુ રખાવી મીણીયાના કોથળામાંથી ઇંગ્લીશદારૂ/બિયર પેટી નંગ-૪ માં કુલ્લે બોટલ/ટીન નંગ-૯૬ કિ.રૂ. ૧૬,૮૦૦/- તથા મોટર સાયકલ નંબર GJ-09-DF-0056 કિ.રૂ.૬૦,૦૦૦/- મળી કુલ્લેકિ.રૂ.૭૬,૮૦૦/-ના મુદ્દામાલ સાથે આરોપી રાજતિલકસિંહ સ/ઓ રણજીતસિંહ ચકુસિંહ ઝાલા ઉ.વ.૨૧, રહે.કવાડીયા,તા-હિંમતનગર નાઓ મળી આવતાં સદરી આરોપી વિરૂધ્ધ જાદર પો.સ્ટેટિ. થર્ડ ગુ.ર.નં ૧૧૨૦૯૦૨૪૨૧૧૩૧૬/૨૦૨૧ ઘી ગુજરાત પ્રોહિ એકટ ક.૬૫એઇ,૧૧૬બી,૯૮(૨), મુજબનો ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *