ચાર ધામ યાત્રાને હરિદ્વાર અને ઋષિકેશમાં જ રોકી દેવામાં આવી છે. યાત્રિકોને હવામાન સુધર્યા બાદ જ આગળ જવા દેવામાં આવશે. ભારે વરસાદના કારણે નદીઓમાં પૂર આવ્યુ છે. જાણીતા ટુરિસ્ટ પ્લેસ નૈનિતાલમાં સરોવર છલકાઈ ગયા છે.રાનીખેત જવાના રૂટ પર આવેલા રિસોર્ટમાં 100 લોકો ફસાઈ ગયા છે. નૈનિતાલના રામગનરમાં વાદળ ફાટવાના કારણે આવેલા પૂરમાં પ્રવાસીઓની 14 કારો વહી ગઈ છે. બીજી તરફ 10 થી 12 લોકો કાટમાળમાં ફસાયા હોવાના અહેવાલો મળી રહ્યા છે.
પીએમ મોદી પણ ઉત્તરાખંડની સ્થિતિથી ચિંતિત છે. તેમણે ઉત્તરાખંડ સીએમ ધામી સાથે વાત કરીને જાણકારી મેળવી છે.
પાણી માલ રોડ પર વહી રહ્યુ છે. સેંકડો મકાનો નદીઓના પૂરમાં વહી ગયા છે. રુષિકેશમાં પણ ગંગા નદી બંને કાઠે વહેતી દેખાય છે. ઘાટો પર પણ પાણી છે.