બાંગ્લાદેશના એક લેખક સોહરાબ હસને પોતાના લેખમાં લખ્યુ છે કે, બાંગ્લાદેશમાં અલગ અલગ જગ્યાએ હિન્દુઓ પર થઈ રહેલા હુમલાના વિરોધમાં બહુમતી સમુદાયે આગળ આવવુ પડશે અને તેની સામે બોલવુ પણ પડશે. અન્ય એક અખબારે પોતાના એડિટોરિયલમાં લખ્યુ છે કે, આપણે વિાચરવુ પડશે કે સમયાંતરે આ પ્રકારની ભયાનક ઘટનાઓ કેમ બની રહી છે. સાંપ્રદાયિક સદભાવનો સંદેશો ઘરે ઘરે પહોંચાડવાની જરૂર છે. જેમાં આખા સમાજની ભૂમિકા મહત્વની છે. હિંસાનો મુદ્દો હવે કાયદો અને વ્યવસ્થા પુરતો સિમિત રહ્યો નથી.તેમણે આગળ લખ્યુ છે કે, 2001માં પણ ચૂંટણી દરમિયાન હિંસા થઈ ત્યારે કોઈ કારણ વગર હિન્દુ સમુદાયને ટાર્ગેટ કરવામાં આવ્યો હતો. છેલ્લા કેટલાક દિવસોથી હિ્ન્દુઓના મંદિરો તેમજ ધાર્મિક સ્થળો પર થયેલી તોડફોડ બતાવી રહી છે કે, બહુમતીને કોઈ ફરક પડી રહ્યો નથી. રાજકીય પાર્ટીઓને પણ માત્ર રાજકીય ફાયદો લેવામાં જ રસ છે. બાંગ્લાદેશમાં ધાર્મિક લઘુમતીઓને બીજા દરજ્જાના નાગરિક ગણવામાં આવે છે. બાંગ્લાદેશમાં હિન્દુ, બૌધ્ધ અને ખ્રિસ્તી સમુદાયે એકતા પરિષદ બનાવી છે, તો એવી શું જરૂર પડી તે અંગે કઈ વાત કરવા તૈયાર નથી. જ્યાં બહુમતી સમુદાય લઘુમતીની સુરક્ષા નથી કરી શકતો ત્યાં આવા સંગઠન બનતા હોય છે.