પોતાની પડતર માંગણીઓને લઈને એસ.ટી. વિભાગના કર્મચારીઓ આક્રોશ વ્યક્ત કર્યો…

Dahod

રાજ્ય સરકારના અન્ય સરકારી વિભાગમાં ફિક્સ પગાર ઉપરના કર્મચારીને 19,950પગાર ચુંકવવામાં આવે છે જ્યારે એસ.ટી. વિભાગમાંના ફિક્સ પગાર ઉપરના કર્મચારીઓને 16,650રૂપીયા ચુંકવવામાં આવે છે. આ વિસંગતતા દુર કરવી, ફિક્સ પગારના કર્મચારીઓના અવસાનના કિસ્સામાં તેના આશ્રિત વારસદારોને ઠરાવ મુજબ રૂા. 4 લાખના આર્થિક પેકેજનો લાભ આપો સહિતની 20 માંગણીઓ રાજ્ય સરકાર દ્વારા સ્વીકારવમાં આવી નથી.એસ.ટી. વિભાગના કર્મચારીઓની 20 મુખ્ય માંગણીઓનો નિકાલ નહીં આવતાં આગામી તારીખ 20 ઓક્ટોમ્બર 2021ના મધ્યરાત્રીનાથી એક દિવસની માસ સી.એસ. તેમજ તેમ છતાંય નિર્ણય નહીં આવે તો અચોક્કસ મુદતની હડતાળનું એલાન કરી સશ્ત્ર ઉગામ્યું છે. 332 ડેપોના, 250 – 250 ઝાલોદ અને દેવગઢ બારીઆ આમ, આશરે 800 ઉપરાંત બસોના રૂટ બંધ થઈ શકે છે. જેના પગલે દાહોદ શહેર સહિત જિલ્લામાં બસ મારફતે રોજની અવર જવર કરતાં મુસાફરોને તહેવાર ટાળે મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. જેમાં દાહોદ જિલ્લાના એસ.ટી. કર્મચારીઓ પણ જોડાયાં હોવાનું સામે આવી રહ્યું છે. જેમાં દાહોદ જિલ્લાના કુલ 800 ઉપરાંત રૂટો બંધ થઈ શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *