કોંગ્રેસે મહિલાઓને 40% ટિકિટ આપવાની જાહેરાત કરાઈ છે, પરંતુ તેમાં નેતાઓના પરિવારની મહિલાઓનો જ દબદબો રહેવાની શક્યતાઓ છે. સ્વયં પ્રિયંકા ગાંધીએ પણ પોતાની પ્રેસ-કોન્ફરન્સ દરમિયાન પરિવારવાદનું સમર્થન કર્યું હતું. જ્યારે તેમણે સવાલ પૂછવામાં આવ્યો કે કોંગ્રેસે 40% મહિલાઓને ટિકિટ આપવાની જાહેરાત કરી છે, પરંતુ દરેક પ્રભાવશાળી નેતા પોતાના પરિવારની મહિલાને જ ટિકિટ અપાવવા માટે લોબિંગ કરશે. આ મામલે પ્રિયંકાએ કહ્યું હતું કે તેમાં કોઈ વાંધો નથી.
ઉત્તરપ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ મહિલાઓને 40% ટિકિટ આપશે. પાર્ટીના મહાસચિવ પ્રિયંકા ગાંધીએ લખનઉમાં પત્રકાર પરિષદમાં આ જાહેરાત કરી હતી. પ્રિયંકાએ કહ્યું હતું કે આ નિર્ણય તમામ પીડિત મહિલાઓ સાથે ન્યાય કરશે. આ નિર્ણય એ તમામ મહિલાઓ માટે છે, જે ઉત્તરપ્રદેશમાં પરિવર્તન ઇચ્છે છે, રાજ્યએ આગળ વધવું જોઈએ. પ્રિયંકાએ એક નવો નારો પણ આપ્યો, ‘મહિલા છું, લડી શકું છું.’ મહિલાઓને 40% ટિકિટ આપવાની જાહેરાત કરતાં કોંગ્રેસ યુપીની કુલ 403 વિધાનસભા બેઠકોમાંથી 161 પર મહિલા ઉમેદવારોને મેદાનમાં ઉતારશે
.