રિપોર્ટર :ગોવિંદ હડિયા કેશોદ
કેશોદ ગૌરક્ષક પાંજરા પોળની ગૌમાતાના લાભાર્થે પાંચસોથી વધુ વેરાયટીઓ સાથેના રાહતદરે ફટાકડાના વેંચાણ માટેના ફટાકડા મોલનો શુભારંભ કરવામાં આવ્યો..
દિવાળીનો તહેવાર નજીક આવતો હોય ત્યારે દિવાળીના તહેવાર નિમિત્તે લોકો દ્વારા ફટાકડા ફોડવામાં આવે છે. ત્યારે દિવાળીના તહેવાર નિમિત્તે ગરીબ મધ્યમ પરિવારો પણ ફટાકડા ફોડી દિવાળીના તહેવારની ઉજવણી કરી શકે તે માટે કેશોદની ગૌરક્ષક પાંજરાપોળની ગૌમાતાના લાભાર્થે કેશોદના જુનાગઢ રોડ ખાતે આવેલા કેબીસી મોલ બીના પાર્ક ખાતે રાહતદરે ફટાકડા મોલનો આજે શુભારંભ કરવામાં આવ્યો છે.જે મોલમાં ચાઈનીઝ ફટાકડાનું વેચાણ નહી કરવા તેમજ ફટાકડાની જુદી જુદી પાંચસોથી વધુ વેરાયટીઓ એક જ જગ્યાએ અને રાહતદરે મળી રહે તેવા આયોજન સાથે ફટાકડા મોલનો શુભારંભ કરવામાં આવ્યો છે. રાહતદરે વેચાણ કરવા છતાં ખર્ચ બાદ કરતા જે નફો થશે તે કેશોદ ગૌરક્ષક પાંજરા પોળની ગૌમાતાના લાભાર્થે ઉપયોગમાં લેવામાં આવશે તેવુ સ્ટોલ સંચાલકોએ જણાવ્યું હતું.
ગત વર્ષની સરખામણીએ સ્ટોલ ધારકોને ફટાકડાની ખરીદીમાં પંદર ટકાનો ભાવ વધારો થયો છે.જો કે છુટક વેચાણમાં ભાવ વધારો લાગુ ન કરી રાહતદરે ફટાકડાનું આગામી બાવીસ તારીખથી વેચાણ કરવામાં આવશે..