રિપોર્ટ:-શાહબુદ્દીન શિરોયા સાબરકાંઠા
ખેડૂત દ્વારા આ અજગરને જોતા ગામના અન્ય નાગરિકો દ્વારા સાવચેતી થી પકડી જંગલમાં છોડી મુકાયો હતો.મહેન્દ્રસિંહ નેનસિંહ રાઠોડના ખેતરમા અજગર આવી જતા ગામલોકો દોડી આવ્યા હતા. જીવદયા પ્રેમી દ્વારા પકડી જંગલ વિસ્તારમા છોડી મુકાયો..
દિન પ્રતિદિન પહાડી વિસ્તારોમાં અજગર ની બોલબાલા.વધવા માડી ત્યારે આજરોજ પ્રાંતિજ તાલુકાના ગેડ ગામના ખેડૂત મહેન્દ્રસિંહ નેનસિંહ રાઠોડના ખેતરમા લાંબો મહાકાય અજગર આવી જતા અફરાતફરી મચી જવા પામી હતી..
ગેડ ગામના ખેડૂત પોતાના ખેતરમા કામ અર્થે ગયા હતા. અને પોતાના ખેતરમાં અચાનક મહાકાય અજગર નજરે પડતા પ્રથમ તો જોઈને દૂર ખસી ગયા હતા..પરંતુ આ મહાકાય અજગર ખેતરમા આવ્યો હોવાની જાણ ગામલોકોને થતા ગ્રામજનો ત્યાં દોડી આવ્યા હતા..ગામના ખેતરમા આવા અજગરને જોઈ જતા લોકો દોડી આવી ને ગામના યુવકો દ્વારા આશરે 10 ફૂટ અજગરને સાવચેતીથી પકડી ને સલામત જગલ વિસ્તારમા છોડી મુકાયો હતો.