રિપોર્ટ:-શાહબુદ્દીન શિરોયા સાબરકાંઠા
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકામા આવેલા રમણીય ગામ એવા પ્રેમપુરમા “મા” અંબા માતાજીના ચોકમા
માતાજી ની આરતી 1001 દિવાની ભુદેવ દ્વારા કરવામાં આવતા આજુબાજુના માઇભક્તો મા આનેરો આનંદ જોવા મળ્યો હતો..
પ્રેમપુર ગામના સમસ્ત ગ્રામજનો દ્વારા અને યુવક તેમજ દરેક સમાજના આગેવાનો મહિલા મંડળો દ્વારા પૂરો સાથ સહકાર આપવમાં આવ્યો હતો..
અહીંયા જગદંબા આરાસુર વાળી અંબા માતાજી ની 1001 દીવાની આરતી કરવાના સમાચાર વાયુવેગે ગામડાઓમા પ્રસરી જતા આજુબાજુ વિસ્તારમા વસવાટ કરતા માઈ ભક્તો આરતીના દર્શન નો લાભ લેવા
પ્રેમપુર મુકામે દોડી આવ્યા હતા.
પ્રેમપુર ગામે અંબિકા માતાજીના ચોક ખાતે ભુદેવ દ્વારા આરતી કરાતા ગામના લોકોમા ખુશી જોવા મળી હતી. અને વડીલો બુજુર્ગો ખૂબ ખુશ થયા હતા.