UPના શાહજહાપુરમાં જિલ્લાની કોર્ટના રેકોર્ડ રુમમાં વકીલની ગોળી મારી હત્યા..

Latest

જે સમયે આ ઘટના બની તે સમયે ઓફિસમાં કોઈ પણ હાજર નહોતું, તેથી ઘણા સમય સુધી કોઈને આ બાબતની જાણ નહોતી થઈ. બાદમાં એક ક્લાર્ક ત્યાં પહોંચ્યો, તો ભૂપેન્દ્ર સિંહ જમીન પર સૂતેલા જોવા મળ્યા અને તેમના માથાના ભાગે લોહી નીકળતું હતું. સૂચના મળતા જ એસપી એસ આનંદ, ડીએમ ઈન્દ્ર વિક્રમ સિંહ ઘટનાસ્થળે પહોંચ્યા. પોલીસ હવે કોર્ટના CCTVની તપાસ કરી રહી છે. આ ઘટના આશરે 11.45 વાગ્યાની છે. 60 વર્ષિય વકીલ ભૂપેન્દ્ર સિંહ કોર્ટના ત્રીજા માળે ACJM ઓફિસ તરફ જઈ રહ્યા હતાં. ત્યારે જ કોઈએ બંદૂકથી તેમના પર ફાયર કરી દીધું. ગોળી માથાના પાછળના ભાગ પર જઈને વાગી. ઘટનાસ્થળે જ તેમનું મોત થયું.કોર્ટ પરિસરમાં બંદૂક સાથે એન્ટ્રી થવા બાબતે કોર્ટની સુરક્ષા વ્યવસ્થા પર સવાલ ઉભા થાય છે. પોલીસે કહ્યું કે CCTV ફુટેજથી સ્પષ્ટ થશે કે કઈ ચૂક ક્યા થઈ છે. તેનાથી એ પણ માલૂમ પડશે કે આરોપી બહારનો હતો કે કોર્ટ પરિસરનો જ હતો. તે કેટલા દિવસથી કોર્ટમાં ફરી રહ્યો હતો, તેની પણ તપાસ ચાલી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *