દિલ્હીથી રોહતક, પાનીપત, સોનીપત, કુરુક્ષેત્ર, કૈથલ, બહાદુરગઢ, અંબાલા, જલંધર, લુધિયાણા, ચંડીગઢ, અમૃતસર, જમ્મુ, મેરઠ, ગાઝિયાબાદ, શામલી, સહારનપુર, મુરાદાબાદ અને કેટલાક અન્ય સેક્શન સામેલ છે. આ પહેલા પણ ઘણી વખત ખેડૂતો આ માર્ગો પર જુદી જુદી જગ્યાએ રેલવે ટ્રેક જામ કરી ચૂક્યા છે.સંયુક્ત કિસાન મોરચાએ માહિતી આપી હતી કે લખીમપુર ખેરી ખેડૂત હત્યાકાંડના શહીદોની અસ્થિ સાથે ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ, હરિયાણા, પંજાબ અને અન્ય રાજ્યોમાં શહીદ કલશ યાત્રાઓ કાઢવામાં આવી રહી છે. આ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાઈ રહ્યા છે. ખેડૂત આગેવાનોએ ચેતવણી આપી છે કે રેલ રોકો આંદોલન બાદ પણ જો તેમની માંગણીઓ નહીં સંતોષાય તો આંદોલન વધુ ઉગ્ર બનાવવામાં આવશે. આ બાબતે દેશભરના ખેડૂત નેતાઓ મળશે અને ભવિષ્ય માટે વ્યૂહરચના બનાવશે.
લખીમપુર હિંસાના કેસમાં સંયુક્ત કિસાન મોરચાનું આજે (સવારે 10 થી સાંજે 6 વાગ્યા સુધી) દેશભરમાં રેલ રોકો આંદોલન ચાલી રહ્યું છે. મોરચાની માંગણી છે, કે લખીમપુર કેસમાં નિષ્પક્ષ તપાસ ત્યાં સુધી નહીં થાય જ્યાં સુધી કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રાને હટાવવામાં નહીં આવે. સંગઠનના નેતાઓએ માંગ કરી છે કે મિશ્રાને મંત્રીમંડળમાંથી હટાવ્યા બાદ તેમની પણ ધરપકડ કરવામાં આવે. મોરચાએ લખીમપુર ઘટનાને નરસંહાર ગણાવી છે. અમૃતસરમાં ખેડૂતો રેલવે ટ્રેક પર જ ધરણા કરી રહ્યા છે.