બ્યુરો ચીફ:અંકુર ઋષિ રાજપીપળા
રાજપીપળા સ્થિત નર્મદા જીલ્લાના પોલીસ અધિક્ષકની કચેરી ખાતે પોલીસ અધિક્ષક હિમકર સિંહએ એ.એસ. આઈ માંથી પો.સ.ઇ તરીકે બઢતી પામનાર 05 પો.સ.ઇને પુષ્પગુચ્છ આપી આશિર્વચનો સાથે જરૂરી માર્ગદર્શન આપ્યુ હતું.
નર્મદા જીલ્લાના પોલીસ અધિક્ષકની કચેરી ખાતે એ.એસ. આઈ માંથી એડહોક પો.સ.ઇ તરીકે બઢતી પામનાર પો.સ.ઇ.ને બઢતી આપવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં પોલીસ અધિક્ષક હિમકર સિંહ એ એ.એસ. આઈ માંથી એડહોક પો.સ.ઇ તરીકે બઢતી પામનાર ( ૧ ) એ.એસ.આઇ ભંગાભાઇ ગોવિંદભાઇ ( ૨ ) એ.એસ. આઇ લક્ષ્મણભાઇ ગુલાબસિંગ ( 3 ) એ.એસ.આઇ સુમનભાઇ શાંતિલાલ ( ૪ ) એ.એસ.આઇ મનીન્દરભાઇ રમેશભાઇ ( ૫ ) એ.એસ.આઇ લાલસીંગભાઇ ધરમસિંગ નાઓને એડહોક પો.સ.ઇ તરીકે નિમણુંક આપી કામગીરી બાબતે જરૂરી માર્ગદર્શન આપી આશિર્વચનો આપ્યા હતા કાર્યક્રમમાં જીલ્લાના અન્ય અધિકારીઓ, કર્મચારીઓ હાજર રહ્યા હતા.